સુરત: રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.દિવાળીની રજાઓ પૂરી થતાની સાથે જ સરકારી કર્મચારીઓ ફરી એક વખત લાંચ રુશ્વત લેવાનું શરૂ કરી દીધું છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફ માં નોકરી કરતો વર્ગ-૩નો કર્મચારી તેમજ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવી એસીબીના હાથે રૂપિયા 10 હજારની લાંચ માંગતા રંગેહાથ ઝડપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દારૂના કેસમાં ઝડપાયેલા આરોપી પાસેથી બાઇક જમા ન કરાવવા તેમજ ખોટા કેસો ન કરવા માટે કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીએ અન્ય એક ખાનગી વ્યક્તિ દ્વારા ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માગણી કરી હતી. પરંતુ અંતે પાંચ હજાર રૂપિયા લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 5,000 રૂપિયાની લાંચ લેતા શક્તિદાન ગઢવી એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
ફરિયાદી પહેલા ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો. જેના કારણે શક્તિદાન ગઢવીએ ફરિયાદીની મોટરસાયકલ જેમાં લઈ લીધી હતી. અને ત્યાર પછી ફરી તારી ઉપર ખોટો દારૂ નો કેસ લગાવી દઈશ તેમ કહીને ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચપેટે માગણી કરી હતી. શક્તિદાન ગઢવી ખાનગી વ્યક્તિ રઘુભાઈ ગલાણી સાથે મળીને ફરિયાદીને ધમકી આપી હતી કે, ‘તારા ઉપર દારૂ નો કેસ નહીં કરવા અને મોટરસાયકલ પરત કરવાના કામમાં હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડે છે. વ્યવહાર પેઢી પહેલા તો દસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો કે, રકજક ના અંતે 5000 રૂપિયા લાંચ પેટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું’
થોડા સમય પહેલા દારૂના કેસમાં પકડાયેલ આરોપી કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી ને લાંચ આપવા માંગતો ન હતો. જેના કારણે તેણે નો સંપર્ક સાધ્યો હતો. જેથી તા.૧૩/૧૧/૨૦૨૧ ના રોજ વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડના ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવાની આગેવાનીમાં ટીમ બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ફરિયાદી લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આરોપી શક્તિદાન ગઢવીને 5 હજાર રૂપિયા આપતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે રઘુ ગલાણીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.