સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના વેસુ(Vesu)માં 50 લાખનો ફ્લેટ(Flat) પડતર કિંમતમાં આપવાની લાલચ આપી 9 લાખ રોકડ અને 5.5 લાખના દાગીના મળી કુલ 14.50 લાખ લઈ છેતરપિંડી(Fraud) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 2018ના કેસમાં, મહિલા આરોપી સહિત બંનેને આજે એડી.ચીફ.જ્યું.મેજી.કોર્ટે (Court) ની અદાલતે 4 વર્ષની સખત કેદ અને રૂ. 2 લાખના દંડની સજા ફટકારવામાં આવી હતી.
આ અંગે, જ્યોતિબેન દીપકભાઈ બથીયા(ફરિયાદી)એ જણાવ્યું હતું કે, આ વાત 2018ની છે. પુત્રી હેત્વી ધોરણ-12ની પરીક્ષાની તૈયારી કરવા માટે વીર નર્મદ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા જતી હતી. ત્યાં તેની જાનકી પ્રમોદભાઈ ધોળકિયા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં જાનકીબેન ઘરે આવતા-જતા હતા. જાનકીએ જણાવ્યું કે, તેના પિતા પ્રમોદભાઈ ખૂબ મોટા હીરાના વેપારી છે. આ ઉપરાંત, બાંધકામમાં મોટું રોકાણ કરે છે અને વિદેશ પ્રવાસ પણ કરે છે.
વધુમાં જણાવ્યું કે, મારા મિત્ર મયંક સોનીની પણ સોના-ચાંદીના દાગીનાની દુકાન છે. આમ કહીને તેને એકવાર ઉદયપુરથી ફ્લાઈટમાં લઈ જવામાં આવ્યો હતો. પિતા અને મિત્ર મોટા બિઝનેસ રોકાણ કરે છે. તેની સાથે વેપાર કરવા માટે લલચાવી, ડુમસ VR મોલ પાસે પિતાનો ફ્લેટ ધરાવે છે જેની કિંમત 50 લાખ રૂપિયા છે. જે પડતર કિંમતે રૂ. 35 લાખમાં આપી દેવાની વાત કરી ટુકડે ટુકડે રૂ.9 લાખ પડાવી લીધા હતા.
જાનકી જણાવે છે કે, મોટા મમ્મીનું અવસાન થયું છે. તેને પૈસાની સખત જરૂર છે, તેના પિતા વિદેશ ગયા છે અને અચાનક તેની તબિયત બગડી છે તેથી તેને પૈસાની ખુબ જ જરૂર છે. જો તેની પાસે પૈસા ન થાય તો તેના પિતાનું મૃત્યુ પણ થઈ શકે છે. જેથી પૈસાની ખુબ જરૂર છે તેમ જણાવી પૈસા માંગતા ઘરેણા ઉપર મુથુટ ફાયનાન્સના એકાઉન્ટમાં મુકી લોન લેવડાવી હતી. તેના પિતા આવી જાય પછી તેણે લોન ચૂકવવાનું વચન આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુથુટ ફાયનાન્સમાં જ્વેલરી મૂકીને રૂ. 1.5 લાખ મેળવ્યા હતા. 30.08.2018ના રોજ, તેમની પુત્રી જાનકીના ઘરે ગયા પછી, તેમને ખબર પડી કે તેના પિતા રત્નકલાકાર છે. બીઝનેસ કરતા નથી, જાનકીની મોટા મમ્મી મૃત્યુ પામ્યા નથી અને તેના પિતા કોઈ બીમાર નથી.
31-8-2018ના રોજ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવીને મામલો થાળે પડ્યો હતો. આ બાબતે ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા તારીખ 31-8-2018ના રોજ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરવામાં આવ્યા હતા. જેમાં દાગીના દસ દિવસમાં છોડાવી આપવાનું તથા બે મહીનામાં પૈસા ટુકડે ટુકડે આપવાનું જણાવી સમય માંગ્યો હતો અને રૂ. 12000 રોકડા આપ્યા હતા. ત્યારબાદ 5/10/2018ના રોજ પુત્રી હેત્વી અને ધર્મેશ જાનકીના ઘરે ગયા હતા. જ્યાં ગાળા ગાળી કરી ધમકી આપી હતી કે, હવે પછી પૈસા ધરેણાની વાત કરશો તો વરાછાના ટપોરીઓને સોપારી આપી જાનથી મારી નાખીશું.
મળતી માહિતી મુજબ, સુરત એડી.ચીફ.જ્યું.મેજી. કોર્ટમાં જતા જેમાં એપીપી બબીતાબેન બુઢાની તથા એડવોકેટ રહીમ શેખની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીઓને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસે તેમ સજા આપવામાં આવી હતી. બંને આરોપીઓને 4-4 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 2-2 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક-એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.3,50,000નું નુકસાન વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.