સુરતની હોસ્પિટલમાં સફળ સર્જરી: 38 વર્ષની મહિલાના પેટમાંથી 4.9 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન

સુરત(ગુજરાત): સુરતમાં પણ અંધશ્રદ્ધાનો એક બનાવ સામે આવ્યો છે. મોરા ગામમાં 38 વર્ષની એક મહિલાના પેટમાં ગાંઠ હતી. જ્યારે તે મહિલા ડોક્ટર પાસે ગઈ ત્યારે એવું લાગી રહ્યું હતું કે, જાણે તેને નવ માસનો ગર્ભ હોય. મહિલાની તબિયત જોઈને ડોકટરો પણ ચોંકી ઊઠ્યા હતા. ડોકટરોના મતે મહિલાના ગર્ભાશયમાં ફાયબ્રોડની ગાંઠનું ડિજનરેશન થયું છે.

ડોક્ટરોએ જ્યારે આ મહિલાની સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે, મહિલાના પેટમાં ખૂબ જ મોટી ગાંઠ છે. ડોક્ટરોએ મહિલાને પૂછ્યું કે, કયા ડોક્ટર પાસે અત્યાર સુધી સારવાર લીધી હતી. ત્યારે તે મહિલા જવાબ આપવાનું ટાળી રહી હતું. ત્યારે ડોક્ટરોને શંકા ગઈ હતી કે, કોઈ કારણોસર દર્દી બોલવા માટે તૈયાર નથી. ડોક્ટરોએ દર્દીનો વિશ્વાસ જીત્યા બાદ પૂછ્યું ત્યારે મહિલાએ આશ્ચર્યજનક વાત કરી હતી.

ડૉક્ટરને મહિલાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેના પેટમાં સતત દુઃખાવો થઈ રહ્યો હતો. મને ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો, તેથી જાણીતા એક ભૂવા પાસેથી મંત્રેલું પાણી લાવીને હું પીતી હતી. સમયાંતરે ભૂવા પાસે પીંછી ફેરવાવતી હતી. મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો મને વિશ્વાસ હતો, પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થતી જતી હતી અને મને રક્તસ્ત્રાવ પણ થવા માંડ્યો હતો.

મહિલાના પેટમાં 4.9 કિલોની ગાંઠને કારણે તાત્કાલિક તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી. ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી. મુશ્કેલી એ હતી કે, મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું. તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢવામાં આવી હતી. બ્લડ ગ્રુપ નેગેટિવ હોવાથી બ્લડ માત્ર એક જ બોટલ મળ્યું હતું. સર્જરીમાં વિલંબ થઈ શકે એવી સ્થિતિ ન હતી.

ગાયનેકોલોજિસ્ટ ડૉ દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે. ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠ પેટમાં છે છતાં મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેમના પરિવારના લોકોએ અને મહિલાઓએ પણ ખૂબ જાગ્રત થવાની જરૂર છે. અંધવિશ્વાસમાં રહીને પોતાનો જીવ જીખમમાં મૂકવો જોઈએ નહીં. કોઈપણ શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. અમે આ મહિલાના પેટમાંથી પણ સમય બગાડ્યા વગર તાત્કાલિક તેના  ગાંઠ કાઢી છે અને હાલ તે સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *