ગુજરાત(Gujrat): સુરતમાં ડ્રગ્સ(Drugs) પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર શહેરમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ગત 25 સપ્ટેમ્બરે ગૃહ રાજ્યમંત્રી(HM) હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજસ્થાની યુવકને 1.71 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યો
ત્યારબાદનો સારોલી પોલીસ સ્ટેશન શરુ થયાનો પહેલો ડ્રગ્સ કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કરોડોની કિંમતનું MD ડ્રગ્સ(MD Drugs) સારોલી પોલીસે ઝડપી પાડ્યું છે.
સારોલી પોલીસે 1 કરોડ 65 લાખની કિંમતના 1.71 કિલો MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક અજમલને ઝડપી પાડ્યો છે. રાજસ્થાની યુવક અજમલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ(31) છે.
તેઓ રાજસ્થાન અજમેરના પ્રતાપનગરમાં રહે છે અને તેઓ ડ્રાઇવીંગ કરવાનું કામ કરે છે. અજમલ MD ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સમાફીયા પાસેથી લઈ આવ્યો હતો. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી MD ડ્રગ્સ લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો
પરંતુ સારોલી પોલીસ આ બાબતની જાણ થતાં તેઓએ આ ડ્રગ્સ માફિયાને પકડી પડ્યો હતો. આ ઉપરાંત તે અગાઉ ત્રણથી ચાર વખત MD ડ્રગ્સની ડિલિવરી કર્યાનો પણ ખુલાસો થયો છે. હાલ સારોલી પોલીસે પૂછપરછ કરીને ક્રાઇમબ્રાંચને વધુ તપાસ માટે સોંપી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.