સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને રૂમમાં બાંધી 3 કલાકમાં 4 વખત……

લિંબાયતના કમરૂનગરમાં આવેલા સ્લમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના બની છે. આરોપી પ્રેમીને ઝડપી…

લિંબાયતના કમરૂનગરમાં આવેલા સ્લમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના બની છે. આરોપી પ્રેમીને ઝડપી પાડવા લિંબાયત પોલીસ હરકતમાં આવી છે.

તસ્વીરો પ્રતીકાત્મક છે.

મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં કમરૂનગર ખાતે પોલીસની જરૂર હોવાનો ફોન આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં આવેલા એક મકાનમાં ઘરની બહાર તાળુ મારેલું હોવા છતાં અંદરથી ખખડાવવાનો અવાજ આવતો હતો. જેથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તાળુ તોડી ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે એક મહિલા દુપટ્ટા વડે હાથ-પગ અને મોઢુ બંધાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાને પાણી પીવડાવી સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી હતી.

શું છે આખો ઘટનાક્રમ?

ગુરૂવારે મોડી રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં પ્રેમી મોહમ્મદ શોએબે મહિલા સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા પ્રેમીએ મહિલાને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ગુસ્સે ભરાયેલા પ્રેમીએ મહિલાના દુપટ્ટા વડે હાથ પગ બાંધી દીધા હતા. અને મોઢામાં ડુચો મારી દુપટ્ટો બાંધી દીધો હતો. આટલેથી ન અટકતા પ્રેમીએ બાંધેલી હાલતમાં મહિલા પર ચાર વખત દુષ્કર્મ કર્યુ હતું. સવારે પાંચ વાગ્યાના અરસામાં આરોપી ઘરને બહારથી લોક મારીને ફરાર થઈ ગયો હતો. સવારે મહિલાએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે કોઈ મદદ નહી મળતા તે સુઈ ગઈ હતી. જોકે ત્યારબાદ બપોરના સમયે ફરીથી દરવાજો ખખડાવતા સ્થાનિકોને જાણ થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે મહિલાને પોલીસની મદદથી છોડાવી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

આરોપી પ્રેમીએ ત્રણ કલાકમાં 4 વખત દુષ્કર્મ આચરી ફરાર

મહિલાના સાત વર્ષ પહેલા છુટાછેડા થયા હતા અને સંતાનમાં ચાર છોકરા છે. છેલ્લા એક વર્ષથી આરોપી મોહમ્મદ શોએબ સાથે મહિલાના સબંધો હતા. ગુરૂવારે મોડી રાત્રે શારીરીક સબંધ બાંધ્યા બાદ બોલાચાલી થતા આરોપી પ્રેમીએ મહિલાને બાંધીને 3 કલાકમાં 4 વખત દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો.

આરોપીને ઝડપી પાડવા પોલીસ હરકતમાં આવી છે

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મહિલાના પ્રેમી અને આરોપી મોહમ્મદ શોએબ ઉર્ફે ગુંડે મોહમ્મદ અજીજ સીદ્દીકી (રહે.પદમાવતી સોસાયટી, લિંબાયત) સાથે પ્રેમસબંધથી બંધાયેલી હતી. દુષ્કર્મ આચરી આરોપી ફરાર થઈ જતા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે મોડી રાત્રે આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *