લોકો મને ગુજરાતમાંથી કાઢવા માંગતા હતા, ગુજરાતીઓ અમેરિકા પહોચી શકે છે પણ સચિવાલય નહી : નીતિન પટેલ

નીતન  પટેલ છેલ્લા કેટલાક સમયથી બેબાક નિવેદનો આપતા નજરે પડી રહ્યા છે ગઈકાલે બ્રહ્મ સમાજની બિઝનેસ સમીટમાં અસિત વોરાને આડેહાથ લીધા બાદ આજે રાજકારણીઓનો પણ…

નીતન  પટેલ છેલ્લા કેટલાક સમયથી બેબાક નિવેદનો આપતા નજરે પડી રહ્યા છે ગઈકાલે બ્રહ્મ સમાજની બિઝનેસ સમીટમાં અસિત વોરાને આડેહાથ લીધા બાદ આજે રાજકારણીઓનો પણ ચાબખા માર્યા હતા.

શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા

નીતિન પટેલે કહ્યું હતુ કે, રાજકારણમાં કામ કર્યા બાદ કોઈ ઓળખતું નથી. સારી સારી પોસ્ટિંગ મેળવ્યા બાદ તમે કોણ અને હું કોણ તેવું હોય છે. સ્નેહ સંમેલન કાર્યકમમાં નીતિન પટેલે શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા.

ગાંધીનગર ખાતે આજે આંજણા ચૌધરી પરીવારની સંસ્થાના રજત જયંતિ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ ખોલીને આજે બોલ્યા હતા. પી.કે.ચૌધરી મહિલા વિનિયન કૉલેજના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત રહેલા નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ‘ આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ પરંતુ સચિવાલયમાં નામના પાટિયા જોવ છું ત્યારે દુ:ખ થાય છે. મોટા ભાગના IAS-IPS બિનગુજરાતી હોય છે. OBCનો લાભ મળ્યો હોય એવું દેખાય છે.

સંતાનોને એવું ભણાવો કે, બધા આગળ આવે. મોટાભાગના IAS-IPS ગુજરાત બહારના જ હોય છે. આપણા ગુજરાતીઓ વેપારીઓ ખરા, ઉદ્યોગપતિઓ ખરા. દુનિયાભરમાં ફેલાઈ ગયા. કોઈને સંકુચિતતા લાગશે પરંતુ નેમપ્લેટમાં ગુજરાતી નામો નથી હોતા. આપણું પાટિયું કે ભાગ્યે જ જોવા મળે. સંતાનોને એવું ભણાવો એવું ભણાવો કે બધા પાટિયા ગુજરાતી થઈ જાય”

બધા બહુ મથ્યા, બથા મને કાઢું કાઢું કરતા હતા પરંતુ ચૌધરી સમાજના મત મળ્યા

નીતિન પટેલે રાજકીય રમૂજ કરતા કહ્યું હતું કે “મહેસાણાના કડીમાં ચૌધરી સમાજના 19,000 મતો છે. આશરે આ મતોમાંથી મને 18,000 મત મળ્યા અને હું જીત્યો, 2012માં અને 2017માં બધા બહુ લોકો મને કાઢું કાઢું કરતા હતા પરંતુ આ મતોના કારણે હું જીતી ગયો. જાહેરમાં રૂણ સ્વીકારવામાં નાનપ લાગે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *