કોરોના મહામારીની ભારતમાં બીજી લહેર આવી ચુકી છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે થોડા જ સમયમાં 3જી લહેર આવવાની શક્યતા છે. એવામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જાતે જ રાખવું પડશે. લોકોએ સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવું પડશે તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
એવામાં સુરતની સુટેક્ષ બેન્ક કોલેજમા અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી પાર્થ ભંડેરી અને પાનમ ડોડીયા એ પોતાના પ્રોજેક્ટમાં કોવીડ સ્ક્રીનિંગ સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમ વ્યક્તિનું ઓટોમેટિક માસ્ક ચેક કરશે તેમજ વ્યક્તિના શરીરનું તાપમાન અને ઓક્સિજન લેવલ પણ માપશે.
પ્રોજેક્ટમાં અલગ અલગ હાર્ડવેર પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ એન્ડ્રોઇડ એપ પણ બનાવવામાં આવી છે. માસ્ક ડિટેક્શન માટે મશીન લર્નિંગનો ઉપયોગ થયો છે. તાપમાન અને ઓક્સિજન લેવલ માપવા સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વ્યક્તિ પોતાનો QR કોડ સ્કેન કરશે, ત્યારબાદ કેમેરો જાતે જ વ્યક્તિની ઉંચાઈ પ્રમાણે માસ્ક ચેક કરશે. ત્યારબાદ ટેમ્પરેચર સેન્સર પર હાથ મૂકીને તાપમાન માપી શકાશે. અંતે ઓક્સિજન લેવલ માપશે. આ તમામ રિપોર્ટ જેતે વ્યક્તિને પોતાના મોબાઈલમા એપ પર દેખાશે.
કોરોના મહામારીને ફેલાતી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થઇ શકે છે. વ્યક્તિનું તાપમાન વધારે હશે અથવા તેનું ઓક્સિજન લેવલ 90 થી ઓછું હશે તો તમામ યુઝર્સને નોટિફિકેશન દ્વારા જાણ થશે. જેથી અન્ય યુઝર્સ પણ જેતે વ્યક્તિથી સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.