વિશ્વની મહાસત્તા અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના આંગણે પધાર્યા છે. અને ગઈ કાલે તેઓ ગુજરાતની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડીયમમાં ડોનાલ્ડ ટ્રમ્પે 26 મીનીટનું ભાષણ આપ્યું હતું. અને ત્યાર બાદ તેઓ દિલ્હી માટે રવાના થયા હતા. હાલમાં જ ભારત અને અમેરિકા વચ્ચે 3 અબજ ડૉલરની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ કરારમાં અમેરિકા પાસેથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ ડૉલરની ખરીદી સામે છે. વધુ એક કરાર 6 AH 64E અપાચે હેલિકોપ્ટરને લઈને છે. જેની કિંમત 80 કરોડ ડૉલર રહેશે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં થયેલી વાતચીતમાં આ કરાર થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં આ કરારને ધ્યાનમાં લઈને જાહેરાત કરી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવતા માહિતી આપી હતી કે 3 અબજ ડૉલરની કિંમતના આધુનિક સૈન્ય હેલિકોપ્ટર અને અન્ય ઉપકરણો માટે મંગળવારે કરાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે અત્યાર સુધીના શ્રેષ્ઠ ઉપકરણો બનાવીએ છે. વિમાન, મિસાઈલો, રોકેટ, પોત. અમે હવે ભારત સાથે કરાર કરી રહ્યા છે. જેમાં ઉન્નત વાયુરક્ષા પ્રણાલી અને સશસ્ત્ર તથા વિના શસ્ત્રવાળા એરિયલ વ્હીકલ સામેલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર ભારતની મુલાકાત પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બંને દેશોની વચ્ચે ડિફેન્સ અને રણનીતિક સંબંધો વિશે કહ્યું હતું કે, અમેરિકા ભારતને દુનિયાના અમુક શ્રેષ્ઠ અને અમુક જોરદાર સૈન્ય ઉપકરણ ઉપલબ્ધ કરાવવાને લઈને ઉત્સુક છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નીનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ તરીકે ભારતની પહેલી યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર બાદ ટ્રમ્પ અને તેમની પત્નીએ સાથે મળીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ પર જઈને પુષ્પાંજલિ અર્પિત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.