ગુજરાત(Gujarat): નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઓમિક્રોન(Omicron)ના નવા સબ વેરિઅન્ટ XBB.1.5એ ભારતમાં પગપેસારો કરી દીધો છે. જો વાત કરવામાં આવે તો ભારતીય SARS Cove-2 Genomics Consortium (INSACOG) ના ડેટા મુજબ, Omicronના XBB.1.5 સબ-વેરિયન્ટના કેસ ડિસેમ્બરમાં જ ભારતમાં દેખાવા લાગ્યા છે. આ પ્રકારનો પહેલો કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે.
મહત્વનું છે કે, ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ કોરોનાના નવા વેરિઅન્ટ bf.7 વચ્ચે ચિંતામાં વધારો કરી શકે છે. આ વેરિઅન્ટના મોટાભાગના કેસ અમેરિકામાંથી સામે આવી રહ્યા છે. હકીકતમાં XBB.1.5 એ ઓમિક્રોનનો પેટા પ્રકાર છે જેને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્કમાં કોરોના કેસ માટે જવાબદાર ગણાવ્યા છે. આ સાથે , ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના કોરોના દર્દીઓ આ કોરોનાના આ વેરિઅન્ટથી સંક્રમિત છે. એવું કહેવામાં આવે છે કે, છેલ્લા એક મહિનામાં જેટલા કેસ થયા છે તેમાંથી 75 ટકા કેસ એટલે કે 222 જેટલા કેસ XBB વેરિયન્ટના જ સામે આવ્યા છે.
કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.
જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.