સુરત ભાજપના નગરસેવક વ્રજેશ ઉનડકટનું પ્રેરણાદાયી કાર્ય- વિસ્તારને ગંદકીથી મુક્ત કરી બનાવ્યું પાણીનું પરબ

સુરત(Surat): શહેરના વોર્ડ નંબર 21 ભાજપ(BJP)ના નગરસેવક વ્રજેશ ઉનડકટ(Vrajesh Unadkat)એ પ્રેરણાદાયી કામ કર્યું છે. વાત કરવામાં આવે તો તેના કાર્યક્ષેત્રમાં આવેલ બડેખા ચકલા વિસ્તારમાં ઉર્દૂ સ્કૂલ પાસે મોટી કચરાપેટી(કન્ટેનર) હતી. સુરતને ગાર્બેજ ફ્રી સિટી બનાવ્યા બાદ અહીંયાથી એ કચરાપેટી હટાવી લેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા(SMC) ડોર ટુ ડોર કચરો લેવા ગાડી મોકલવા છતાં અહીંયાના સ્થાનિકો વારંવાર કચરો નાખી જતા આસપાસની હોટલ વાળા પણ અહીંયા કચરો નાખી જતા તેમજ આ વિસ્તારમાં કામ કરતા સફાઈકર્મીઓ પણ ગલીઓ સાફ કરી કચરો ભેગો કરીને અહીંયા કચરો ભેગો કરતા ત્યારબાદ પાલિકાનું ટ્રેકટર રોજ સવારે કચરો ઉઠાવી જતું.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, છ મહિના પહેલા ઉર્દૂ સ્કૂલથી કાજીના મેદાન પાસે રાત્રે રોડ બનાવવાનું કામ થતું હતું ત્યારે હું ત્યાં હાજર હતો. ત્યાંની આ હાલત જોઈને ત્યાંના યુવાનો સાથે ચર્ચા કરી. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે મદદ કરવા અપીલ કરી. યુવાનોએ કહ્યું કે, સફાઈકર્મીઓ અહીંયા કચરો એકઠો કરે છે અને અહીંયાના સ્થાનિકો રોજ આવતા જતા કચરો ફેંકી જાય છે.

માત્ર એટલું જ નહિ પણ વ્રજેશ ઉનડકટએ મહાનગપાલિકાના આરોગ્ય વિભાગ ને અહીંયા કચરો નહિ નાખવા કે એકઠો નહિ કરવા સંકલન કરી સૂચના આપી. ત્યારબાદ અયાઝ ભાઈ મુનશી, ઇમરાનભાઈ, રેહાન શેખ અને ત્યાંના બીજા યુવાનોએ ત્યાં બેસવાનું નક્કી કર્યું. કચરો નાખવા આવતા તમામ લોકોને રોક્યા તો કોઈને ટોક્યા. ઘણી વખત માથાકૂટો પણ કરી. ત્યારબાદ એમને અહીંયા પાણીનું પરબ બનાવવાનો વિચાર આવ્યો અને મને ફોન કરીને જાણ કરી હતી અને ત્યારબાદ એમના આ સારા વિચારને મારું સમર્થન આપી આગળ વધવા કહ્યું. આજે ત્યાં પાણીનું પરબ બન્યું અને આ વિસ્તારને ગંદકીથી મુક્ત કર્યો. આ તમામ યુવાનો આજે ફરીથી ત્યાં સારું પરબ બને એ માટે ત્યાં ટાઈલ્સ લગાવી ને સારું પરબ બનાવી રહ્યા છે.

ઉમેરતા કહ્યું હતું કે, ગઈ સ્થાયી સમિતિની બેઠકમાં મે કમિશ્નરશ્રી આ બાબત જાણ કરી અને સુરતમાં જ્યાં પણ આ રીતે કચરા ના કન્ટેનર મૂકેલા હતા ત્યાં આજે શું હાલત છે ? અને અહીંયા જેવી જ સમસ્યા હોય તો ત્યાંના સ્થાનિકો સાથે સંકલન કરીને કેવીરીતે કામ કરી શકાય અથવા એમની કંઈ રીતે મદદ લઈ શકાય એ બાબત વિસ્તૃત જાણકારી આપી. કમિશનરશ્રી એ પણ આવા આવકારદાયક પગલાં લેવા સૂચના આપી.

તેમણે કહ્યું હતું કે, મિત્રો આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે લાવવું હોય તો આપણાં વિસ્તારમાં ગંદકી કરતા લોકોને રોકવા ટોકવા પડશે અને જો જાગૃત યુવાનો કે સ્થાનિકો નો સાથ સહકાર મળી રહે તો ચોક્કસ પરિણામ મળી શકે એનો આ ઉત્તમ દાખલો છે. સાથે જ તમામ યુવાનોને આ આવકારદાયક અને પ્રેરણાદાયક કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *