Apple ટૂંક સમયમાં તેની નવી ફ્લેગશિપ લોન્ચ કરવા જઈ રહી છે. સામાન્ય રીતે આ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં થાય, ત્યારે કંપની iphone 13 સાથે તૈયાર છે. દર વખતની જેમ આ વખતે પણ શ્રેણીની પસંદગી પહેલાથી જ કરી રહ્યા છે. આ વખતે iPhone 13 શ્રેણી હેઠળ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max લોન્ચ થવાના સમાચાર છે. એટલે કે, કુલ ચાર મોડલ લોન્ચ થશે.
રિપોર્ટ અનુસાર, iphone 13 અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરમાં 120Hz ની હાઇ રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ઉપરાંત, કંપની કેમેરા સંબંધિત કેટલાક મોટા ફેરફારો કરવાની પણ તૈયારીમાં છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આવનારી iphone 13 સીરીઝ વિડીયો રેકોર્ડિંગમાં પણ બોકેહ ઇફેક્ટ મેળવશે. અત્યાર સુધી માત્ર ફોટામાં જ બેકગ્રાઉન્ડ બ્લર એટલે કે બોકેહ ઇફેક્ટ ઉપલબ્ધ મળતી હતી. પરંતુ હવે વીડિઓમાં પણ બોકેહ ઇફેક્ટ થશે.
ડિઝાઇનની વાત કરીએ તો, iphone 13 સીરીઝમાં વધારે ફેરફારની અપેક્ષા નથી. ડિઝાઇન આઇફોન 12 જેવી જ હોવાની શક્યતા છે. હાર્ડવેરમાં તેમજ ડિઝાઇનમાં કેટલાક ફેરફાર જોઈ શકાશે. જેથી તેમ સમજી શકાય કે ફોન નવો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, iphone 13 ના કેમેરા મોડ્યુલમાં પણ ફેરફાર જોવા મળશે. કંપનીએ ફેસ આઈડીનું કદ ઘટાડ્યું છે અને આ વખતે તે જૂના ફેસ આઈડી કરતા 40 થી 50% નાનું હશે.
અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની iPhone 13 Pro માં 3,095mAh ની બેટરી આપશે. તમને જણાવી દઈએ કે, iPhone 12 માં માત્ર 2815mAh ની બેટરી છે. એટલે કે, જો આવું થાય, તો ઓછામાં ઓછું બેટરીની દ્રષ્ટિએ તે એક મોટો સુધારો હશે.
ઈન્ટરનેટ પર iPhone 13 ના કેટલાક રેન્ડર આવ્યા છે. તેને જોતા એવું લાગે છે કે, કંપની આ વખતે કેમેરા મોડ્યુલને એક નવો આકાર આપશે. આ ઉપરાંત iphone 13માં 1TB સુધી સ્ટોરેજ પણ મળી શકે છે. iphone 13 ના કેમેરામાં છ એલિમેન્ટ લેન્સ સેટઅપનો ઉપયોગ કરવામાં આવશે, અગાઉની પેઢીમાં તે 5 એલિમેન્ટ સેટઅપ હતું. iphone 13 સીરીઝ ક્યારે લોન્ચ થશે તે હાલ સ્પષ્ટતા થઇ નથી. રીપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, કંપની સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લોન્ચિંગનું આયોજન કરવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.