ગુજરાત(Gujarat): રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP) દિવસેને દિવસે સક્રિય થઇ રહી છે અને લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રા દરમિયાન લોકોનો પ્રેમ મેળવ્યો છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) દ્વારા પ્રેસ કોન્ફરન્સ(Press conference)ને સંબોધિત કરવામાં આવી હતી.
આ પ્રેસ વાર્તાને સંબોધિત કરતા આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપને સાડા ચાર વર્ષ સુધી સુઈ જવાનું અને ચુંટણી આવે એટલે એકની એક સ્કીમુંનું ઉદ્ઘાટન કરવું, એ જ સ્કીમોના ખાત મુર્હત કરવા. વધુમાં જણાવતા કહ્યું હતું કે, 9 જુને ‘નલ સે જલ યોજના’નું ખત મુર્હત કર્યું, ત્યારે ફરીથી પ્રધાનમંત્રી નલ સે જલ યોજનાને નીમ રાખવાના પ્રયાસ કરે, જેમ જેમ ચુંટણી આવે એટલે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થાય પાછી રોરો ફેરી બંધ થઇ જાય, જયારે ચુંટણી આવે એટલે રીવરફ્રન્ટ પર સી-પ્લેનનું ઉદ્ઘાટન થાય, સી-પ્લેનમાં ફરે સાહેબ અને પાછું એ સી-પ્લેન ગુમ થઇ જાય.
વધુમાં ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જયારે ચુંટણી 2017ની આવે ત્યારે મેટ્રો આવે, 2012ની ચુંટણી આવે ત્યારે મેટ્રો આવે ફરીથી 2022માં આવે ત્યારે મેટ્રો આવે, જયારે જોઈએ ત્યારે મેટ્રોમાં કામ જ ચાલુ હય, જોવામાં આવે તો મેટ્રોમાં 500 હજારના કૌભાંડો થાય તો પણ તપાસ કરવામાં આવતી નથી. 2017માં ભાજપ સરકારે કહેલું કે, ખેડૂતો માટે અમે એવી સ્કીમ લાવવાના છીએ કે, ખેડૂતોની આવક બમણી થઇ જશે પરંતુ હવે તો 2022 નીકળી જશે. ખેડૂતોની આવક થવાની જગ્યાએ હવે જાવક શરુ થઇ ગઈ છે. રાજ્યમાં બુટલેગરો બેફામ ફરી રહ્યા છે કોઈ પકડતું નથી.
જાણો કોણે ધારણ કર્યો આપનો ખેસ?
રાજવી પરિવારના અને ઉટેલિયા સ્ટેટના યુવરાજ સિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી લતાબેન ભાટિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. શિક્ષણ વિદ અને લોહાણા મહાજન સેવા સમાજના અગ્રણી અને ભુતપૂર્વક પ્રમુખ હિમાંશુ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલીયા અને ઇસુદાન ગઢવી ખેસ અને ટોપી પહેરાવી આમ આદમી પાર્ટીને સ્વાગત કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.