ગુજરાત(gujarat): કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગુજરાતના ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરી તે મુદ્દે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Garhvi)એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ ના સ્થાનિક નેતાઓ એ એવી જાહેરાત કરી છે કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે તથા ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. પરંતુ કોંગ્રેસ પર વિશ્વાસ કોણ કરશે? 27 વર્ષ સુધી કોંગ્રેસ ને એક તક આપી ખેડૂતોએ, છતાંય કોંગ્રેસ એ ખેડૂતો માટે શું કર્યું? ખેડૂતોની પાક વીમા કંપનીમાં કરોડો રૂપિયા ઉલેચીને ભાજપ ના મળતિયાઓ લઇ ગયા ત્યારે કોંગ્રેસ એ શું કર્યું? જ્યારે કોંગ્રેસ ના સ્થાનિક નેતાઓ આવા વચનો આપે છે, તે જ નેતાઓ કાલે ભાજપ માં નહિ હોય તેની શું ગેરંટી? મારે તેમને એ જ કહેવું છે કે ખેડૂતો ને ભ્રમિત કરવાનું રહેવા દો.
વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ ની બે રાજ્યોમાં સરકાર છે એક છત્તીસગઢમાં અને એક રાજસ્થાનમાં, જયારે એ કોઈ વાયદો કરતા હોય કે વચન આપતા હોય ત્યારે જોવું પડે કે તે વચન ત્યાં પૂરું કર્યું છે કે નહિ. તો મારો સવાલ એ જ છે કે કોંગ્રેસ આ બધા કામ એ રાજ્યમાં કેમ નથી કરતી જ્યાં તેમની સરકાર છે? કોંગ્રેસ એ સૌ પહેલા 10 કલાક રાજસ્થાન માં ખેડૂતોને વીજળી આપવી જોઈએ, પાવર કટ વગર એકધારી વીજળી આપવી જોઈએ, અને પેહલા તેમના દેવા માફ કરવા જોઈએ. રાજસ્થાન માં કેટલાય ખેડૂતો દેવામાં છે. તો આનો સાફ મતલબ એ જ છે કે કોંગ્રેસ જે બોલે છે તે એ કરવાની નથી અને તેની કોઈ જ ગેરંટી નથી કે આ વાયદા કરવાવાળા કોંગ્રેસના નેતાઓ આવનારા સમયમાં ભાજપ માં નહિ જાય.
2017 ની ચૂંટણી માં કોંગ્રેસ ની 78 સીટ હતી. અને 2022 આવતા આવતા હવે ફક્ત 64 સીટ બચી છે. મોટાભાગના નેતાઓ આજે ભાજપ માં જતા રહ્યા છે, તે બધા એવા જ હતા જે નિવેદનો કરતા હતા અને વચનો જ આપતા હતા. એટલે મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ ના વચનો પર ખેડૂતો ભ્રમિત નહિ થાય. ખેડૂતો માટે, મહિલાઓ માટે, બેરોજગારો માટે, વેપારીઓ માટે, સામાન્ય જનતા માટે, મધ્યમ વર્ગ માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે આમ આદમી પાર્ટી ગેરંટી આપી રહી છે, કોઈ વચનો નહિ. અને જો એટલું જ હોય કોંગ્રેસ એ ખેડૂતો માટે તો પહેલા જેટલા પણ વચનો અહીંયા આપ્યા છે તે છત્તીસગઢ અને રાજસ્થાનમાં પુરા કરી બતાવે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, અમે જે વીજળી ફ્રી ની ગેરંટી આપી છે તે અમે પહેલા દિલ્હી માં કરીને બતાવ્યું છે, પછી પંજાબ માં કરીને બતાવ્યું છે. પંજાબ માં સરકાર બને ફક્ત 4 જ મહિના થયા છે છતાંય વીજળી ના બિલ ઝીરો આવવા લાગ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે જનતા તમારા પર ત્યારે જ વિશ્વાસ કરશે જ્યારે તમે વચનો પુરા કરી બતાવે. બાકી ભાજપના 15 લાખ ની જેમ વચનો આપે છે કોંગ્રેસ, અને ભાજપ અત્યાર સુધી સત્તામાં પણ કોંગ્રેસ ના કારણે જ રહી છે. નહીંતર 27 વર્ષ સુધી ભાજપ શાસન કરી જ ન શકે.
શા માટે રાજસ્થાન અને છત્તીસગઢના ખેડૂતોની તકલીફો દૂર નથી? શા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ નથી થતા? શા માટે કોંગ્રેસના રાજ્યોમાં પાવર કટ વગર એકધારી વીજળી નથી આપવામાં આવતી? અને એ બાબતની ગેરંટી કોણ આપશે કે આ નેતાઓ ભાજપમાં નહીં જાય? 2017 ની ચૂંટણીમાં જીતેલા કેટલાય કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે તો તેમના પર વિશ્વાસ કરવો કઈ રીતે? ભાજપ ને જેટલા પણ ધારાસભ્યો ની જરૂર પડી, એટલા કોંગ્રેસ વાળા સપ્લાય કરતા રહ્યા. એટલે ભાજપ અને કોંગ્રેસ ની મીલીભગત છે.
આગળ જણાવતા ઈસુદાન ગઢવીએ કહ્આયું કે,મ આદમી પાર્ટી સાથે જ ખેડૂતો રહેવાના છે અને જો ખેડૂતો નું કામ કરી શકનાર કોઈ એક પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. મારી ખેડૂતો થી વિનંતી છે કે, તમે ભ્રમિત થતા નહિ, કોંગ્રેસ વાળા અત્યારે તમારી પાસે મત માંગવા આવશે અને પછી ભાજપ માં જતા રહેશે. ગોવા અને બીજા રાજ્યોમાં પણ એવું જ થયું છે, એટલે કોઈ કોંગ્રેસ પર વિશ્વાસ કરતા નહિ. ભાજપ નો આખો એજન્ડા છે, જે ભાજપ વાળા બોલે છે એ જ કોંગ્રેસ વાળા બોલી રહ્યા છે. એટલે મને વિશ્વાસ છે કે ખેડૂતો કોંગ્રેસ પર વિશ્વાસ નહિ કરે અને સત્ય નો સાથ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.