ગુજરાત: હાલમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ અને ગાંધીનગર (Gandhinagar) મહાનગર પાલિકાઓમાં ચૂંટણીઓ ની સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરી ચૂકેલી આમ આદમી પાર્ટી (AAP) ના બિનઅનુભવી નેતાઓ પોતાના કેટલાક નિવેદનોને લઈને ક્ષોભમાં મુકાઈ જતાં જોવા મળ્યા છે. ત્યારે હવે ગુજરાતના આમ આદમી પાર્ટીના નંબર વન નેતા ગણાતા ઈશુદાન ગઢવી (Isudan Gadhvi) એ ભાંગરો વાટયો છે.
વિગતે વાત કરીએ તો થરા નગરપાલિકામાં ૨૪ બેઠકો છે અને છ વોર્ડ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં સામેલ થયા છે. ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ઉમેદવારો ઊભા કરાયા છે. સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ખડા કર્યા છે. ત્યારે થરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી દેતાં કોંગ્રેસ હકમચી ગઈ છે, જો કે કોંગ્રેસ માટે આ નવી વાત નથી.
પરંતુ આ વાતને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ ‘ભાજપ અને કોંગ્રેસ એક જ છે’ એવી મજાક કરી છે. પરંતુ તેઓ સાથે સાથે એક પેપર કટીંગ મૂકીને વિવેચકો નો શિકાર બન્યા છે. આ પેપર કટિંગ માં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પણ પોતાનું ફોર્મ ખેચી લીધું છે. અને આ ઉમેદવાર કોંગ્રેસ ની લાઈનમાં આવી ગયા હોય તેવું સ્પષ્ટ લખ્યું છે. આમ અતિરેકમાં આવીને મુકેલી પોસ્ટમાં સોશિયલ મીડિયા યુઝરોએ ઇસુદાન ને બરાબરના ઉતારી પાડ્યા છે. આ બાબતે સોશિયલ મીડિયામાં વિવેચકો કેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે જુઓ:
પારસ સોજીત્રા નામના યુઝર લખે છે કે, ‘એ પત્રકાર ભાઈ પોસ્ટ ડીલીટ કરો આમાં તમારી પાર્ટી વાળા એ પણ સેટિંગ પડ્યું છે’.
અન્ય એક યુઝર લખે છે કે, ‘કેજરીવાલ પહેલી વખત કોંગ્રેસ ના સપોર્ટ પર સી એમ બન્યા હતા…. મહાગઠબંધન માં કોંગ્રેસ ને આપ બન્ને છે… શીલા દીક્ષિત સરકાર ની એક પણ ફાઈલ આપે નથી ખોલી ને કોંગ્રેસ ભાજપ એક છે. કે કોંગ્રેસ આપ એક છે…???’
મનસુખ નામના એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે, ’24 ભાજપના ઉમેદવાર 18 કોંગ્રેસના ઉમેદવાર અને aap ના ખાલી નવ જ ઉમેદવાર અને તોય કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ… ઓલ્યું પકડાણુ ઈ ડ્રગ તો લેવાનું ચાલુ નથી કર્યું ને…??.
અન્ય એક જગદીશ પરીખ નામના યુઝરે લખે છે કે, ‘વોર્ડ નમ્બર 3 બિન હરીફ bjp જીત્યું. હવે ત્રી પખિયા જંગ માં બિન હરીફ જીતે કોઈ તો બાકી બે ના કેરેકટર કેવા કહેવાય..’
આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ થઈને ચૂંટણી પહેલાં જ વિજેતા થઇ ચુક્યા છે. હવે કોંગ્રેસ 18 અને આમ આદમી પાર્ટી 9 સભ્યો સાથે આ ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપ ના તમામ 24 ઉમેદવારો હજી પણ અડીખમ ઉભા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.