ગુજરાત રાજ્યમાં ભ્રુણ હત્યાના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં જ સંતરામપૂરમાં ખુલ્લા આકાશ નીચે ભ્રુણ હત્યા કરતી બે મહિલાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. જયારે હવે પાટણમાં રસ્તા પર પ્લાસ્ટિકની બોટલમાં જ માનવ ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
પાટણથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાટણના સિદ્ધપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિદ્ધપુરના તાવડીયા રોડ પર 13 માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટીકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને ગામ લોકો હેરાન થઇ ગયા હતા. હાલમાં આ ભ્રુણ કોણ ફેંકી ગયું તે હજુ તપાસ થયા બાદ જ ખબર પડશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, પાટણમાં મોટા ભાગે ભ્રુણ હત્યા થતી હોવાની શક્યતાઓ છે.
માનવામાં આવી રહ્યું છે કે, કોઈ ગાયનેક હોસ્પિટલ અથવા પ્રસૂતિગૃહ દ્વારા રસ્તા પર આવી રીતે ભ્રુણ ફેંકાયા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમ તથા કાકોશી પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગર્ભપાતનાં રેકેટને લઈને હવે આશંકાઓ ઉભી થઇ રહી છે. ત્યારે પ્લાસ્ટીકની બોટલમાં આ રીતે ભ્રુણના અવશેષો મળી આવતા આસપાસના ગ્રામ્યમાં અને ગ્રામ્ય લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.