રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે હાલ તો હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના હિમાલયનાં રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, વર્ષના શરૂવાતથી જ રાજ્યભરમાં હવાની શીતલહેર ફરી વળશે. રાજ્યભરના જનજીવન પર 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી અસર થઈ છે. હાલ સૌથી ઓછુ તાપમાન કચ્છના નલિયામાં 2 ડીગ્રી નોંધાયું છે.
ત્યારે વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન જોવા મળ્યું છે. 12 વર્ષ પહેલા પણ નલિયામાં 2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે બીજી તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી ખુબજ ઠંડી પડી રહી છે.
મંગળવારે અમદાવાદમાં 13.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, બુધવારે 12.1 ડીગ્રી જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગનાં શહેરોમાં સરેરાશ 10 ડીગ્રીથી 14 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગનાં શહેરોમાં સરેરાશ 10 ડીગ્રીથી 14 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસમાં ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. માઉન્ટ આબુમાં ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે સાથે સાથે ગાડીઓ અને માટલામાં પણ બરફ જામી ગયો છે. તો આવા માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે.આબુમાં આજે વહેલી સવારે બરફની ચાદર છવાય ગઈ હતી. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે.
ચાલો જાણીએ ગુજરાતમાં કેટલી ઠંડી પડી…
સુરતમાં 15 ડીગ્રી, ગાંધીનગરમાં 09 ડીગ્રી, નલિયામાં 02 ડીગ્રી, અમદાવાદમાં 10 ડીગ્રી, ડીસામાં 07 ડીગ્રી, રાજકોટમાં 11 ડીગ્રી, ભુજમાં 09 ડીગ્રી અને વડોદરામાં 12 ડીગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.