ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજાનાર છે. ત્યારે આવામાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ(Congress)ને હવે નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીઓમાં કોંગ્રેસનો એક બાદ એક કારમો પરાજય થઈ રહ્યો છે જે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આવામાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તેને લઈને લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી ત્યારે અનેક નામોની ચર્ચાઓ બાદ આખરે સત્તાવાર રીતે કોંગ્રેસનાં નવા સુકાનીનાં નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસમા આ વખતે ઠાકોર સમાજના નેતાને કમાન સોંપવાને લઈને કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર(Jagdish Thakor)ને ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાના નામે મહોર લાગી છે.
જાણો કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા?
અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા પણ માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે કોશિશ કરી રહી હોય તેવું જોતા લાગી રહ્યું છે.
સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં ખુબ સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ ગુજરાત કોંગ્રેસે OBC અને આદિવાસી નેતાઓના હાથમાં કમાન સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.