નકલી, નકલી, નકલી… નકલીના ભરડામાં ગુજરાત! સુરતમાંથી બોગસ પાન, આધાર, અને રેશનકાર્ડ આપતું જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ- જાણો સમગ્ર મામલો

Fake Scam In Surat: સુરતમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે,કારણકે નકલી પનીર, નકલી ઘી,ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે નકલી…

Fake Scam In Surat: સુરતમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે,કારણકે નકલી પનીર, નકલી ઘી,ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે નકલી સરકારી પણ કચેરી ઝડપાઈ છે.કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. આ કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ(Fake Scam In Surat) બનાવતા હતા.જે અંગે જાણ થતા પોલીસે રેડ કરી મુખ્ય સંચાલકની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

કાપોદ્રામાંથી નકલી કેન્દ્ર ઝડપાયું
કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા.તેમજ છેલ્લા દોઢ વર્ષમાં કેટલા લોકોના નકલી ડોક્યુમેન્ટ બન્યા હશે તે સવાલ છે. બીજો સવાલ અહીં એ ઉભો થાય છે કે દોઢ વર્ષ સુધી તંત્રના ધ્યાને નકલી કેન્દ્ર કેમ ના આવ્યું ? મામલતદારે પોલીસ સાથે રેડ કરી જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યુ છે. પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ, વેરા બીલ, જન્મના દાખલા બનાવવાની 27 ફાઈલ જપ્ત કરી હતી. તે સિવાય PDF ઉપરાંત એક નકલી વેરાબીલ પણ જપ્ત કરવામા આવ્યું હતું. પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો.

બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું
તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. પોલીસે આ હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગે તપાસ શરૂ કરી હતી.

નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું
તો બીજી તરફ સુરતમાં વિદેશ જવા માટે તેમજ સરકારી કામ માટે જુદા જુદા કોર્સ માટે જરૂરિ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 50 જેટલી નકલી માર્કશીટ જપ્ત કરવામાં આવી હતી.