ગુજરાત: કચ્છ (Kutch) માં સરહદ (Border) ની જાસૂસી કરતો જવાન પકડાયો છે. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) નો જવાન કચ્છમાં આવેલ ગાંધીધામ (Gandhidham) BSF બટાલિયનમાં તૈનાત હતો તેમજ BSFની માહિતી મોબાઈલ દ્વારા પાડોશી દુશ્મન દેશને પહોંચાડતો હતો. જેના બદલામાં પૈસા મેળવતો હતો. ગુજરાત ATS દ્વારા BSFના આ જવાનને પકડી પાડવામાં આવ્યો છે તેમજ કચ્છ બોર્ડર પર કેમ જાસૂસી કરી રહ્યો હતો, તે જાણવા આગળની તપાસ હાથ ધરાઈ છે.
મોબાઈલથી ગુપ્ત માહિતી મોકલતો:
ATSના અધિકારીઓને આધારભુત તેમજ વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે સજ્જાદ ઉર્ફે મોહમંદ ઇમ્તિયાઝ હાલમાં BSF બટાલિયન 74માં “એ” કંપનીમાં ગાંધીધામ કચ્છમાં ફરજ બજાવે છે. તે BSF ની અતિ ગુપ્ત તથા સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલી તેના બદલામા પૈસા મેળવીને દેશ વિરોધી પ્રવૃત્તી આચરતો હતો.
વર્ષ 2012માં BSFમાં જોડાયો:
ATSના SP ઇમ્પિયાઝ શેખે મળેલ બાતમીને આધારે ગુપ્ત રીતે તપાસ કરતા સજ્જાદ વર્ષ 2012માં BSFમાં જોડાયો અને જુલાઈ 2021થી ગાંધીધામમાં બટાલીયન 74ની “એ” કંપનીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે ગુપ્ત માહિતી લીક કરવા માટે વપરાયેલા મોબાઈલ નંબરમાં પણ તેનું જ ID પ્રૂફ આપીને લેવાયું હતું.
સતત 46 દિવસ સુધી પાકિસ્તાનમાં રોકાયો:
આરોપી જવાન સજ્જાદના પાસપોર્ટ પ્રમાણે, તેણે વર્ષ 2011-’12માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેનથી પાકિસ્તાનની મુસાફરી કરી હતી. જ્યાં તે 46 દિવસ સુધી રોકાયો હતો. સજ્જાદના ફોનની તપાસ વખતે એમાં બીજું કાર્ડ પણ વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું.
ભાઈ અને મિત્રના ખાતામાં પૈસા જમા કરાવતો:
સજ્જાદ આ ગુપ્ત માહિતી બદલ તેના ભાઇ વાજીદ અને તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રશીદના ખાતામાં પૈસા જમા કરાવીને મેળવતો હતો. આજે ભુજ BSF સ્ટેશન હેડ ક્વાર્ટરમાં જઈને અધિકારીઓએ સજ્જાદને પકડી પાડ્યો હતો. એની પાસેથી કુલ 2 મોબાઇલ સીમકાર્ડ સાથેના તથા વધારાના બે સીમકાર્ડ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.