ગુજરાત: લવ-જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો બહાર, વિધર્મી યુવકે સેવાકરારના નામે યુવતીને ફસાવીને…

ગુજરાતમાં અવાર-નવાર લવ જેહાદની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. સરકાર દ્વારા આંતરધર્મિય લગ્ન માટે ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ બનાવેલ જેમાં એક ધર્મના યુવક યુવતીએ બીજા ધર્મના યુવક યુવતી સાથે લગ્ન કરવા હોય તો કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે. પરંતુ આ કાયદાને પોલીસની કામ કરવાની નિષ્કિયતાએ બુઠો બનાવી દીધો છે.

મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર માં આવેલ જેતપુરમાં લવ જેહાદ દુષણ ખુબ જ બેફામ બન્યું છે. વિધર્મી યુવકો હિંદુ યુવતીઓને ફસાવીને ભગાડે છે એ પછી સેવા કરાર કે અન્ય રીતે લગ્ન કરે છે. એક મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જતા માતા પિતાએ પોલીસવડાને લેખિત રજુઆત કરી પોતાની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઈન, બુટ્ટી, વીંટી તેમજ 21 હજાર રોકડ સહિત બે લાખનો મુદ્દામાલ લઈને ચાલી ગઈ છે જેથી આ બધા દાગીના વેચીને પૈસા પુરા થઈ જશે તો પાતાની પુત્રીને પણ વેચી નાંખશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર માં આવેલ જેતપુરમાં જ રહેતી અલકાબેન પરમાર નામની એક યુવતી સાથે ઈકબાલ હાસમ સોરા નામના પરિણીત મુસ્લિમ યુવકે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી સેવા કરાર કરીને ભગાડી ગયો અને આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં નોટરીએ આવા કરાર કરી આપ્યા છે. ચાંદની દત્તા નામની યુવતીને ઈરફાન યુનુસખાન પઠાણ નામનો યુવક ભગાડી ગયો છે અને મૈત્રી કરાર જેવો ગેરકાયદેસર કરાર કરી લીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *