નવાં વર્ષની શરૂઆતમાં જ હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ દ્વારા ફરી એકવાર વોઇસ કૉલને બિલકુલ ફ્રી કરવા માટે જઇ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ 1 જાન્યુઆરી વર્ષ 2021થી પોતાના ફોનમાંથી ફ્રી વોઇસ કૉલ કરી શકશે.
આવાં પ્રકારની સર્વિસ પર ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ પૂર્ણ થઈ ગયો છે. રિલાયન્સ જિયોએ ગુરૂવારે જાણ કરવામાં આવી છે. કંપનીએ નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, ઑફ નેટ ડૉમેસ્ટિક કૉલ્સને બિલકુલ ફ્રી માં કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવશે. IUC ચાર્જેઝ પૂર્ણ થઈ ગયા પછી ડૉમેસ્ટિક વોઇસ કૉલ્સ ફ્રી કરી દેવામાં આવશે.
જિયોની જાહેરાત પછી ભારતી એરટેલના શેરમાં ઘટાડો :
1 જાન્યુઆરી વર્ષ 2021થી ફરીવખત કૉલ્સ ફ્રી કરી દેવામાં આવશે. જિયોને લઇ આ સમાચાર પછી અન્ય ટેલિકોમ કંપની ભારતી એરટેલના શેરમાં કુલ 2% થી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ જાહેરાત પછી નવા વર્ષથી કોઈ પણ નેટવર્ક પર કૉલ કરવા માટે ગ્રાહકોને પૈસા આપવાના રહેશે નહિ. આ સુવિધા સમગ્ર દેશના કોઈપણ વિસ્તાર માટે હશે. હાલમાં ગ્રાહકોને ઑફ નેટ વોઇસ કૉલ માટે પૈસા ખર્ચ કરવા પડે છે.
VoLTE નો લાભ ભારતીયો સુધી પહોંચાડવા માટે જિયો પ્રતિબદ્ધ :
અહીં નોંધનીય છે કે, સપ્ટેમ્બર વર્ષ 2019માં ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ‘મોબાઇલ ટૂ મોબાઇલ’ કૉલ્સ માટે જાન્યુઆરી વર્ષ 2020થી આગળ સુધી વધારી દેવામાં આવ્યું હતુ. ત્યારપછી જિયોએ પોતાના ગ્રાહકો પાસેથી ઑફ નેટ વોઇસ કૉલ માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી હતી.
જો કે, જિયો દ્વારા વસૂલવામાં આવનાર ચાર્જ IUC ચાર્જ બરાબર હતો. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ઑન નેટ ડૉમેસ્ટિક કૉલ્સ જિયો નેટવર્ક પર હાલમાં તદ્દન મફત છે. કંપનીએ જણાવ્યું હતું કે, VoLTE જેવી એડવાન્સ ટેકનોલોજીનો લાભ સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવા માટે રિલાયન્સ જિયો પ્રતિબદ્ધ છે.
ઑક્ટોબર માસમાં કુલ 22 લાખથી વધુ ગ્રાહકો જોડાયા :
રિલાયન્સ જિયોએ ઑક્ટોબર માસમાં અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. ત્યારપછી કંપનીના કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 40.63 કરોડને પાર થઈ ગઈ છે. જિયોએ વાયરલેસ સેગ્મેંટમાં સૌથી વધુ કુલ 2,45,912 ગ્રાહકોને જોડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle