દિલ્હીમાં કેજરીવાલે ગરીબોને મકાન આપી ગરીબી દુર કરી, જયારે રુપાણીએ આ રીતે ચપટી વગાડી ગરીબી કરી દુર- જાણો વિગતે

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે એક એવી યોજના લોંચ કરી છે કે જે પુરા વિશ્વમાં પહેલી વખત લોંચ થઇ રહી હોવાનો દાવો થઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત હવેથી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર રાજ્યમાં જનતાને સામે ચાલીને ગેરંટી કાર્ડના 10 કાર્ય યોજના શરૂ કરી છે.

કેજરીવાલના ગેરંટી કાર્ડમાં 24 કલાક સુધી વિજળી, 200 યૂનિટ ફ્રી વીજળીની યોજના ચાલુ રહેશે. દરેક ઘરમાં નળથી પાણી પહોંચશે અને 24 કલાક શુદ્ધ પીવાના પાણીની સુવિધા. દિલ્હીમાંથી વીજ વાયરો દૂર કરવા. 20 હજાર લીટર પાણી નિશુલ્ક આપવા. દિલ્હીના તમામ બાળકને સારી શિક્ષણ વ્યવસ્થાની ગેરંટી પણ આપવામાં આવશે. દરેક પરિવારને આધનિક હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક દ્વારા સારવારની સુવિધા આપવામાં આવશે. સૌથી મોટી અને સસ્તી શહેરી સરકારી પરિવહન સુવિધા ઉભી કરાશે. 11 હજારથી વધુ બસો અને 500 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક હશે તેવી ગેરંટી આપવામાં આવી છે, મહિલા અને વિદ્યાર્થીઓે મફત બસ યાત્રાની સુવિધા. પ્રદુષ મુક્ત દિલ્હી, સ્વચ્છ અને ઝગમગાતી દિલ્હી, મહિલાઓ માટે સુરક્ષા, મૂળભૂત સુવિધાઓ યુક્ત કોલોનિની ગેરંટી આપવામાં આવી છે.

ભારતની રાજધાની દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ તમામ વિભાગોને આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી ગેરન્ટી કાર્ડને પૂર્ણ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. એક અઠવાડિયામાં વિસ્તૃત યોજનાઓ શરૂ થઈ જશે. જેમાં યોજનાઓનું બજેટ અને તેને પૂર્ણ કરવાની રૂપરેખા હશે. જેના આધાર પર આગામી બજેટ સત્રમાં સરકાર તેનો સમાવેશ કરશે અને પૈસાની વહેંચણી કરશે. આ સાથે જ સત્તામાં આવતા જ કેજરીવાલે નાયકની માફક કામ કરવાનો પ્રારંભ કરી દીધો છે. આ પહેલા જ્યારે તેઓ 49 દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ નાયકની માફક જ પૂરતી રફ્તારથી કામ કરતા હતા.

યોજનાઓની આડે આવનારી અડચણો પર થઈ વાત

દિલ્હી સચિવાલયમાં પોતાના કેબિનેટ સહયોગી, સચિવો અને વિભાગ અધ્યક્ષોની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ આદેશ આપ્યો હતો. જેમાં યોજનાઓને લાગુ કરવામાં આડે આવનારી અડચણો પર પણ ખૂલીને વાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મીટીંગમાં તમામ 10 ગેરન્ટી યોજનાઓ પર વિસ્તારથી વાત કરવામાં આવી હતી. તમામ વિભાગો, પ્રમુખો અને સચિવો પાસેથી શિક્ષા, સ્વાસ્થ્ય, વિજળી, સુરક્ષા, પાણી, પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર ગહન વાતચીત થઈ.

એક અઠવાડિયાનો અપાયો સમય

હવે વિભાગના પ્રમુખોને એક અઠવાડિયાની અંદર તમામ યોજનાઓને લાગુ કરવાનો એક્શન પ્લાન બનાવવાનો છે. જેમાં ગેરન્ટીને લાગુ કરવાનો સમય અને બજેટ બતાવવાનું છે. સાથે જે તેના ક્રમિક વિકાસની પણ રજેરજની માહિતી લેવાની રહેશે કે, વર્ષે આ યોજના ક્યાં સુધી પહોંચી. રિપોર્ટ મળ્યા બાદ એક એક વિભાગની સાથે બેઠક મળશે. જેમાં અધિકારી યોજનાનું પ્રેજન્ટેશન આપશે. આગળ બજેટ સંબંધિત યોજના પર ધનરાશિનું વિતરણ કરવામાં આવશે.

કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, તેમની પાસે કોઈ વિભાગ નથી: અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેટલાક લોકો પૂછી રહ્યા છે કે તેમની પાસે કોઈ વિભાગ નથી. જણાવી દઈએ કે, ગત્ત વખતે પણ સરકાર બનાવી ત્યારે પણ કોઈ વિભાગ નહોતો. જો કે બાદમાં જળ વિભાગ લેવું પડ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, કોઈ પણ વિભાગ ન હોવાના કારણે મોનિટરીંગ અને તાલમેલમાં સરળતા રહે છે. દિલ્હીના લોકોએ ખૂબ મોટી જવાબદારી આપી છે. જેને પૂર્ણ કરવા માટે કોઈ પણ વિભાગ મેં મારી પાસે નથી રાખ્યો. વિભાગ વિશેષમાં ફસવાના કારણે મોટું કામ પૂર્ણ કરતાં સમસ્યા આવી શકે છે.

25થી 26 ફેબ્રુઆરી વિધાનસભા સત્ર

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે, 24થી 26 ફેબ્રુઆરી સુધી વિધાનસભા સત્ર રહેશે. જેમાં ધારસભ્યોની શપથવિધિથી લઈને તમામ ઔપચારિક વિધિઓ પૂર્ણ કરવામાં આવશે.

10 ગેરન્ટી યોજના જેને કેજરીવાલ કરશે પૂર્ણ:

1 જગમતાગી દિલ્હી

2 હર ઘર નલ કા જલ

3 દેશની સૌથી શ્રેષ્ઠ શિક્ષા વ્યવસ્થા

4 સ્વાસ્થ્ય સેવાઓ

5 સૌથી સસ્તી માર્ગ વાહનવ્યવહાર સુવિધા

6 પ્રદૂષણ મુક્ત દિલ્હી

7 સ્વચ્છ અને ચમચમાતી દિલ્હી

8 મહિલાઓ માટે સુરક્ષિત દિલ્હી

9 મૂળભૂત સુવિધાયુક્ત કોલોનિઓ

10 જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં મકાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *