ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સુરત(Surat)માં રોડ-શો અને સભા કરવાના છે.
મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો ભાજપના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપ નેતા અરવિંદ કેજરીવાલ આજે એટલે કે ગઈકાલે સોમવારના રોજ સુરતમાં પ્રચાર રેલીઓને સંબોધિત કરશે. સુરત તમામ પક્ષ માટે મહત્વનું ગણવામાં આવે છે. કારણ કે, સુરત રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 12 બેઠકોને આવરી લે છે.
શું છે અરવિંદ કેજરીવાલની નવી ફોર્મ્યુલા ?
કાપડ અને હીરા ઉદ્યોગ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો લોકોના સમર્થનથી લાંબા સમયથી ભાજપનો ગઢ ગણાતા સુરતમાં આ વખતે આમ આદમી પાર્ટીનો પગપેસારો થઇ ચુક્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં અરવિંદ કેજરીવાલ કાપડ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ રત્નકલાકારોને પણ મળવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ વરાછામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન પોલીઝ સહિતની પરવાનગીઓ ન મળવાના લીધે મોકૂફ રખાયો હતો. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સોમવારના રોજ એટલે કે આવતી કાલના રોજ રાખવામાં આવેલ છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.