ગુજરાતના સેંકડો યુવાઓ પર મહેરબાન થયા કેજરીવાલ- કહ્યું: ‘ડીસેમ્બરમાં અમારી સરકાર બનશે તો ફેબ્રુઆરીમાં…’

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા 22-23 ઓગસ્ટના 2 દિવસીય ગુજરાત પ્રવાસે પધાર્યા છે.અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને સેંકડો કાર્યકર્તાઓ દ્વારા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે એરપોર્ટથી નીકળ્યા બાદ તેઓ અમદાવાદના સિંધુ ભવન નજીકના તાજ સ્કાયલાઇન હોટલમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરી હતી.

આજરોજ ભાવનગરમાં ઓડિટોરિયમ હોલમાં સંવાદ કાર્યક્રમમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના સેંકડો યુવાઓને ગેરંટી આપતા જણાવ્યું હતું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી નવાજવામાં આવે. અમારી સરકાર બનાવો અમે GISF ના જવાનોને 1 મહિનામાં તેમનો હકક અને ન્યાય અપાવીશું. 2018માં તલાટીની જાહેરાત નીકળી અને 1800 પોસ્ટ પર 32 લાખ લોકોએ અરજી કરી પણ પરીક્ષા ન લેવાઈ. 2022માં પણ ફોર્મ મંગાવ્યા પણ પરીક્ષા લેવાઈ નથી. જે સરકાર 5 વર્ષમાં પેપર નથી કરાવી શકતી એ સરકાર કેવી રીતે ચલાવશે. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે અને એપ્રિલમાં પોસ્ટિંગ કરવામાં આવશે.

યુવાનોના પ્રશ્નો સાંભળ્યા બાદ કેજરીવાલે જણાવ્યું હતું કે, બધા લોકો એક મુદ્દાથી દુઃખી છે કે પેપર ફૂટે છે. દેશમાં દિવાળીમાં જેટલા ફટાકડાં નથી ફૂટતાં તેટલા ગુજરાતમાં પેપર ફૂટે છે. જે પેપર નથી કરાવી શકતી તે સરકાર કેવી રીતે ચલાવશે. સરકાર ચલાવવું અઘરું કામ છે. હવે પેપર ફૂટશે તો જેલમાં મોકલવામાં આવશે. 2015થી જેટલા પેપર ફૂટ્યા છે તેની તપાસ કરાવીને જેલમાં મોકલવામાં આવશે.

ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર અને એપ્રિલમાં પોસ્ટિંગ કરાશે​​​​​​​
ગુજરાતમાં આપની સરકાર બની તો લોકો  ભરતી કેલેન્ડર જણાવતા કેજરીવાલે કહ્યું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર, એપ્રિલમાં પોસ્ટિંગ કરાશે. મેમાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા કરાશે અને ટીઇટી અને ટીએટી બન્નેની પરીક્ષા મેમાં કરાશે. જુલાઈમાં પરિણામ આવી જશે. જુલાઇમાં જે શિક્ષકોને કયા જિલ્લામાં પોસ્ટિંગ જોઇએ છે તે પૂછવામાં આવશે. ઓગસ્ટમાં તમામ ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે અને ઓક્ટોબર સુધીમાં પોસ્ટિંગ અપાશે. કેજરીવાલે તાજેતરમાં ભારત સરકાર જે અગ્નીવીરની ભરતીમાં ટેમ્પરરી પોસ્ટથી ભરતી કરવા જઇ રહી છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર અમુક લોકોના લાખો-કરોડોના દેવા માફ કરે છે, પરંતું આર્મી સેના માટે પેન્સનના પૈસા નથી તે શરમની બાબત છે.

સિસોદિયા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા મને ગુજરાતમાં બોલાવ્યો હતો અને શિક્ષણમંત્રીના વિસ્તારમાં સરકારી સ્કૂલોની શું સ્થિતિ છે. જ્યારે આજે હું ચર્ચા કરતો હતો ત્યારે એ ભાઈએ મને કહ્યું કે સ્કૂલોની જેવી હાલત છે તેવીજ સ્થિતિ કોલેજોની પણ છે. અહીંની આયુર્વેદિક કોલેજની મુલાકાત લઇ લેજો. ગુજરાતમાં નોકરીઓ તો છે પણ આપનાર કોઇ નથી. આવીજ સ્થિતિ દિલ્હીમાં હતી, પણ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલે કમાન સંભાળી અને નોકરી મળવા લાગી. તમે જે જોશ દર્શાવો છો, તેને રોકવા માટે કેન્દ્રની સરકાર સકંજો વધારી રહી છે. મારી ગરદનની ચિંતા ના કરતા. મારી ગરદન ઇમાનદારની ગરદન છે, સીબીઆઇના એકપણ સકંજામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *