ભાદરવો કરવા આવી રહ્યા છે મેઘરાજા! દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદ- અંબાલાલ પટેલની મોટી આગાહી

Prediction of Ambalal Patel in Gujarat: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આગામી તારીખ 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Prediction of Ambalal Patel in Gujarat) કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ ખુબ વધારો થઈ રહ્યો છે.

આગામી 16 થી 18 સપ્ટે સુધી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકવાની સંભાવના છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોમાં ખુશી છવાઈ
મળતી માહિતી અનુસાર,બે દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા ખેતરોમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે. વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકડાટ બાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો. સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભા-ગીરના ડેડાણ ગામ, રાયડી, પાટી,નેસડી,મુંજીયાસર,જીવાપર,ત્રાકુડા સહિતના ગામમાં વરસાદ પડતા લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *