રીયલ લાઈફમાં કિયારા અડવાણીને જોઈએ છે આવો લાઈફ પાર્ટનર- ફરમાઇશો જોઇને ચોંકી ઉઠશો

આપને જણાવી દઈએ કે, ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ તથા કિયારાની કેમિસ્ટ્રીના દર્શકો ઘાયલ થઇ ગયા છે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આની સાથે આ ફિલ્મમાં સિદ્ધાર્થ કારગિલ હીરો વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યા છે જયારે કીયારા અડવાણી વિક્રમ બત્રાની પત્ની ડીમ્પલનું પાત્ર ભજવતી જોવા મળે છે.

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણીની ગણતરી ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાં થઈ રહી છે. કિયારાની કારકિર્દીને કબીર સિંહ ફિલ્મથી નવી હાઈટ મળી છે. કિયારા હાલના દિવસોમાં પોતાની ફિલ્મ શેરશાહની સફળતાનો આનંદ માણી રહી છે ત્યારે હાલમાં કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રા ધ કપિલ શર્મા શોમાં ગેસ્ટ સેલિબ્રિટી તરીકે જોવા મળ્યા હતા. આ બંનેએ શોમાં ખુબ મજાક પણ કરી હતી.

કિયારાને જોઈએ છે આવો પાર્ટનર?
સિદ્ધાર્થ તથા કિયારા કપિલ શર્મા તેમજ તેની ટીમના ફની જોક્સ પર ખૂબ હસ્યા હતા. આ શો દરમિયાન કપિલે કિયારાને પૂછ્યું હતું કે, તેને કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે? કપિલે કિયારાને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તે વાસ્તવિક જીવનમાં કોઈ છોકરાના વ્યવસાયને જોશે? કપિલના આ સવાલ પર કિયારાએ કહ્યું હતું કે, જો તમે અભિનેતા હો તો ખુબ સારું રહેશે, હું બધા એક છું.

કિયારાનો જવાબ સાંભળીને કપિલ ચોંકી ઉઠ્યો હતો. આપને જણાવી દઈએ કે, ખુબ લાંબા સમયથી કિયારા અડવાણી તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેટિંગના સમાચાર ચર્ચામાં રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ થતા હોય છે. જો કે, પોતાના સંબંધને લઈ હજુ સુધી તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી તેમજ બંને એકબીજાને ખુબ સારા મિત્રો ગણાવે છે. કિયારા તથા સિદ્ધાતે ક્યારેય પોતે રિલેશનશિપમાં હોવાની વાત કાબુલી નથી તેમજ આ વાતનો ઇન્કાર કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *