યુવતીઓ ફેશન અનુસાર કપડા પહેરવાનો આગ્રહ રાખે છે. વર્તમાન સમયમાં તે જરૂરી પણ છે, એટલા માટે જ તો થોડા થોડા સમયે તે જીન્સ, ટીશર્ટ, શર્ટ, શોર્ટસ વગેરે જેવા કપડાને નવા કપડાથી રિપ્લેસ કરી દેતી હોય છે. પરંતુ એક વસ્તુ છે જેને રિપ્લેસ કરવી જરૂરી તો હોય છે પરંતુ તેના પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. જી હાં અહીં વાત થાય છે લોન્જરીની, લોન્જરીને પણ સમયે સમયે બદલવી જરૂરી હોય છે.
કેટલીક મહિલાઓને આદત હોય છે કે તેમને ફાવતી હોય કે નહીં પરંતુ તેઓ બ્રા મહિનાઓ સુધી રિપ્લેસ કરતી નથી. પરંતુ દરેક મહિલાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તેની બ્રામાં આ 5 ફેરફાર જણાય તો તેને તુરંત બદલી દેવી જોઈએ અને યોગ્ય સાઈઝ અને ફીટિંગવાળી બ્રા પહેરવી જોઈએ.
1. નિયમિત રીતે મશીનમાં ધોવાથી, જ્યાં ત્યાં મુકી દેવાથી બ્રાનો શેપ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. શેપ ખરાબ થઈ જવાથી બ્રાના સ્ટ્રેપ્સ સમસ્યા સર્જે છે. તેના વાયર કે રબ્બર શરીર પર ટાઈટ થઈ જાય છે જેથી કંફર્ટ રહેતું નથી. આવી બ્રા પહેરવાનું ટાળવું જોઈએ.
2. લાંબો સમય ઉપયોગમાંં લેવાથી બ્રાનું કપડું સંકોચાય છે. તેથી બ્રા ફીટ થવા લાગે છે. ક્યારેક વજન વધી જવાથી તો ક્યારેક ઘટી જવાથી પણ બ્રાના ફીટીંગમાં ફેરફાર થઈ જાય છે. આવી રીતે ટાઈટ કે ઢીલી થઈ ગયેલી બ્રા પણ પહેરવી નહીં. હંમેશા યોગ્ય સાઈઝની જ બ્રા પહેરવાનો આગ્રહ રાખવો.
3. લોંજરી જૂની થઈ જાય, તેનું કાપડ ખરાબ થઈ જાય તેના બેલ્ટ તુટી જાય તો નવા કપડા તુરંત ખરીદી લેવા. 4. ઢીલા સ્ટ્રેપ્સવાળી બ્રા દરેક જગ્યાએ સમસ્યા બની જાય છે. ડ્રેસના શોલ્ડરમાંથી જ્યારે બ્રાના સ્ટ્રેપ્સ બહાર આવી જાય છે તો જાહેરમાં સંકોચ અનુભવવો પડે છે. આવી સ્થિતી સર્જાય તે પહેલા જ નવી લોન્જરી ખરીદી લેવી.
5. કેટલીક વાર એકદમ બરાબર દેખાતી બ્રા સાઈઝ બરાબર હોય તેમ છતા પહેરવામાં સમસ્યા કરે છે. આવું થાય ત્યારે પણ તે બ્રાને પહેરવાનું ટાળો.