આપણે સૌ જાણીએ જ છીએ કે, દૂધમાં અનેક પોષકતત્વોનો ભંડાર રહેલો હોય છે અને ભારતમાં તો દૂધને સૌથી મહત્વનું માનવામાં આવે છે. દૂધમાં મેળવવામાં આવતા કાર્બ્સ, પ્રોટીન અને ફેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એટલાં માટે દરેકને દૂધનું સેવન કરવા પર જોર હોય છે. આમ તો ગાય અને ભેંસ સિવાય બકરી, ઊંટણીનું દૂધ પણ પીવામાં આવે છે. પરંતુ, લોકો સૌથી વધારે ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ કરે છે.
આવામાં અનેક વાર મગજમાં એ પણ સવાલ ઊભો થાય છે કે, ‘જો સ્વાસ્થ્યના હિસાબથી જોવામાં આવે તો શું ગાયનું દૂધ શરીર માટે વધારે ફાયદાકારક હોય છે કે પછી ભેંસનું દૂધ. સામાન્ય રીતે લોકો ભેંસના દૂધ પર વધારે ભાર આપતા હોય છે. જે ગાયના દૂધ કરતા પણ મોંઘુ હોય છે. પરંતુ કેટલીક દ્રષ્ટિએ ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. આજે અહીં જાણીશું કે, આખરે ગાય અને ભેંસના દૂધમાં સૌથી વધારે કયું દૂધ તમારા શરીર માટે સૌથી વધારે લાભદાયી હોય છે.
ગાયનું દૂધ હલ્કું હોય છે અને ભેંસના દૂધમાં ફેટ ઓછી હોય છે. આ સાથે જ ગાયનું દૂધ સરળતાથી પચી જાય છે અને આ જ કારણ છે કે, બાળકોને ગાયનું દૂધ જ પીવડાવામાં આવે છે. આ સાથે જ ભેંસનું દૂધ મલાઇદાર અને ગાઢ હોય છે. એટલાં માટે પનીર, ખીર, કુલ્ફી, દહીં અને ઘી જેવી ભારે વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ગાયના દૂધને 1-2 દિવસ સંગ્રહ કરી શકાય છે. જ્યારે ભેંસના દૂધને અનેક રીતે વધારે દિવસો સુધી રાખી શકાય છે.
આ ઉપરાંત જો દૂધમાં ઉપલબ્ધ તત્વોની વાત કરીએ તો ભેંસના દૂધમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. આ સાથે જ વધારે ફેટ હોવાને કારણે ભેંસના દૂધમાં કેલરી પણ વધારે ઉપલબ્ધ હોય છે. ગાયના દૂધમાં વધારે પાણીની માત્રા, ઓછાં પદાર્થ અને 90% દૂધ પાણીથી બન્યું હોય છે. જ્યારે ભેંસના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં વધારે ખનીજ જોવા મળે છે. પોષક તત્વના આધાર પર અહીં જાણીશું કે બંનેમાં શું તફાવત છે.
ફેટ
ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતાં ચરબી ઓછી હોય છે. આ જ કારણ છે કે, ભેંસનું દૂધ ગાયના દૂધ કરતાં વધારે માત્રામાં ગાઢ હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હાજર હોય છે, જ્યારે ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ રહેલું હોય છે.
પ્રોટીન
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા 10 થી 11 ટકા વધુ પ્રોટીન હોય છે. પ્રોટીનની માત્રા વધારે હોવાથી ભેંસનું દૂધ નાના બાળકો અને વૃદ્ધ લોકોને પીવાની ભલામણ કરવામાં નથી આવતી.
કોલેસ્ટ્રોલ
ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે એટલાં માટે આ દૂધ એવાં લોકો માટે ઉત્તમ હોય છે કે, જેઓ PCOD, હાયપરટેન્શન, કિડનીની તકલીફ અને મેદસ્વીપણાથી પીડાય છે. તેમના માટે આ દૂધ સારું સાબિત થાય છે.
કેલેરી
ભેંસના દૂધમાં કેલરી વધુ માત્રામાં હોય છે. કારણ કે, તેમાં પ્રોટીન અને ચરબી વધારે હોય છે. એક કપ ભેંસના દૂધમાં 237 કેલરી હોય છે, જ્યારે એક કપ ગાયના દૂધમાં 148 કેલરી પ્રાપ્ત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.