શું તમે જાણો છો શા માટે આવે છે હેડકી? કારણ જાણી તમે પણ ચોંકી જશો

ભારતમાં હેડકી સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે જેમ કે તમને હેડકી આવી રહી છે તો મતલબ તમને કોઈ યાદ કરી રહ્યું છે.વિચારો તમને કોણ યાદ…

ભારતમાં હેડકી સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે જેમ કે તમને હેડકી આવી રહી છે તો મતલબ તમને કોઈ યાદ કરી રહ્યું છે.વિચારો તમને કોણ યાદ કરી રહ્યુ છે, જો સાચું નામ લેશો તો હેડકી રોકાઈ જશે.હેડકી આવવા માટેના તો ઘણાં કારણ હોઇ શકે છે. વારંવાર હેડકી આવવી એ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર એક બીમારી છે. પરંતુ હેડકી શું છે અને કયાંથી આવે છે તે દરેક વ્યક્તિને આ વાત જાણવા ઈચ્છે છે. તો અમે તમને આ પોસ્ટમાં જણાવીશું કે હેડકી શા માટે આવે છે અને તેની પાછળનું કારણ શું હોય છે. તે સિવાય અમે એ પણ જણાવીશું કે હેડકી થી છુટકારો કઈ રીતે મેળવી શકાય છે.

મોટાભાગે હેડકી આવવાનું કારણ જ્યારે આપણે બહુ ભોજન લઈ અથવા તો વધુ પ્રમાણમાં પાણી પી લઇએ ત્યારે આવે છે.હેડકી નો અવાજ આપણા દ્રાયફ્રામ છાતી અને પેટ વચ્ચેના હિસ્સાને અલગ કરે છે. તેને શ્વાસ લેવામાં મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ હેડકી આવે છે. જ્યારે કોઈ કારણસર ડ્રાયફ્રામ સંકોચાય છે તો ફેફસા હવાને ઝડપથી અંદર ની તરફ ખેંચે છે જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હેડકી આવવા લાગે છે.

જ્યારે પણ આપણે હેડકી આવે છે ત્યારે આપણે પાણી પી લઇએ છીએ. પરંતુ ઘણીવાર પાણી પીધા છતાં પણ હેડકી ને રોકી શક્યો મુશ્કેલ બની જાય છે. જ્યારે હેડકી આવે ત્યારે પોતાના શ્વાસને 10 સેકન્ડ સુધી રોકી લેવો જોઈએ. આમ કરવાથી તમારી હેડકી બંધ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *