હાલમાં શિખર ધવનના 86 રન શ્રીલંકાને એકતરફી રીતે હરાવવામાં મદદરૂપ બન્યા અને તેની સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રીલંકા સામેની આ જીતનું મહત્વ એટલા માટે વધારે છે કે, ભારતની યુવા ટીમે શ્રીલંકાને તેમના જ ઘરમાં એકતરફી રીતે હરાવી દીધું છે. રાહુલ દ્રવિડની કોચીંગમાં આ ટીમ આ રીતે જ સદંતર સારું પ્રદર્શન કરશે તેવી આશા છે.
– શિખર ધવને શ્રીલંકાની સામે સૌથી ઓછી મેચમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. પ્રથમ મેચમાં હાશિમ અમલાના 18 મેચમાં 1000 રનના રેકોર્ડને તોડીને શિખરે માત્ર 17 મેચમાં જ શ્રીલંકા સામે 1000 રન પૂરા કરી લીધા હતા.
– શિખર ધવનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ થયા છે. તેની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનારો ધવન 14મો ભારતીય ખેલાડી બન્યો. હાલ સચિન 34357 રન સાથે પ્રથમ સ્થાને છે.
– કેપ્ટનશિપની પ્રથમ મેચમાં જ સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓમાં ધવન બીજા નંબરે આવી ગયો છે. પ્રથમ સ્થાને સચિન તેંડુલકર છે. સચિને પણ શ્રીલંકા સામે જ 110 રન બનાવ્યા હતા. જ્યારે ધવન 86 રન સાથે બીજા ક્રમાંકે છે.
– શિખર ધવને ઓપનર તરીકે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બનાવનાર ધવન માત્ર 5મો ખેલાડી બન્યો.
– ટીમ ઈન્ડિયા માટે કેપ્ટનશીપનું ડેબ્યૂ કરનાર ખેલાડીઓમાંથી શિખર ધવન સૌથી વધુ વયનો ખેલાડી બન્યો.
– શિખર ધવનના વન-ડેમાં 6 હજાર રન પણ પૂરા થયા છે. વેસ્ટઇંડીઝના દિગ્ગજ ખેલાડી વિવિયન રિચર્ડ્સના 141 ઇનિંગમાં 6 હજાર રન કરવાના રેકોર્ડને શિખરે માત્ર 140 ઇનિંગમાં જ 6 હજાર રન બનાવીને તોડી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.