સામાન્ય રીતે કોઈ પણ સુપરસ્ટાર બોલીવૂડમાં પોતાનું કરિયર બનવા આવે છે. અને પોતે પોતાની મહેનતે પૈસા કમાઈને મસુર બનવા માંગે છે. પણ અમુક એક્ટ્રેસ એવી પણ છે કે જે પોતે પૈસા કમાવા નહિ પરંતુ પોતે પોતાના જ સપના પુરા કરવા માટે આવે છે.
તમને જાણી ને નવાઈ લાગશે કે બોલીવૂડ અને સાઉથમાં કામ કરતી એક્ટ્રેસ કીર્તિ ખરબંદા હાલમાં જ એક ચોંકવાનારી વાત કરી છે. કીર્તિએ ખુલાસો કરતા કહ્યું હું અભિનેત્રી બનવા માંગતી નહોતી, તેના બદલે હું લગ્ન કરવા માંગતી હતી અને બાળકો પેદા કરવા માંગતી હતી.
કીર્તિ બોલિવૂડની ફિલ્મો ‘ગેસ્ટ ઇન લંડન’, ‘શાદી મેં જરા આના’, ‘કારવાં’ અને ‘યમલા પગલા દીવાના ફિર સે’માં જોવા મળી હતી. તેણે ‘ગુગલી’, ‘સુપર રંગા’, ‘બ્રુસ લી: ધ ફાઇટર’ જેવી ફિલ્મોથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં લોકપ્રિયતા મેળવી હતી.
કીર્તિ ખરબંદાની આગામી ફિલ્મો જેવી કે ‘હાઉસફુલ 4’, ‘પાગલપંતી’, ‘ચહેરા ‘ અને તમિલ ફિલ્મ ‘વન’ માં ખુબ જ વ્યસ્ત છે. કીર્તિ ફિલ્મો ઉપરાંત, સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.