અમદાવાદ/ સરખેજ બાવળા રોડ પર ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઉઠી આગ- 2 લોકો જીવતાં સળગી ગયા

Ahmedabad Sarkhej Bavla Highway: અમદાવાદ જિલ્લામાં સરખેજ-બાવળા હાઇવે(Ahmedabad Sarkhej Bavla Highway) પર મોટી દુર્ઘટના ઘટી છે. હાઇવે પર બાવળાના સરી ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી…

Ahmedabad Sarkhej Bavla Highway: અમદાવાદ જિલ્લામાં સરખેજ-બાવળા હાઇવે(Ahmedabad Sarkhej Bavla Highway) પર મોટી દુર્ઘટના ઘટી છે. હાઇવે પર બાવળાના સરી ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી હતી, જેમાં બે લોકો જીવતા સળગી ગયા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

2 લોકો જીવતા સળગી ઉઠ્યા
આ અંગે મળતી માહિતી મુજબ સરખેજ-બાવળા હાઇવે પર સરી ગામ પાસે ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં ભરેલ ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. આ આગ એટલી ભયાનક હતી કે બે લોકો જીવતા બળી ગયા છે અને મોતને ભેટ્યા છે.

આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા જેને આ અંગે ફાયર વિભાગ તેમજ 108ને કોલ કર્યો હતો પરંતુ ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ હાથમાં લેવામાં આવે ત્યાં જ તેમાં રહેલા 2 લોકો સળગી ગયા હતા જેમનું તડપી તડપીને મોત થયું હતું.

ઘટનાના પગલે સર્જાયા ટ્રાફિકજામના દર્શ્યો
આ ટ્રકમાં રહેલા બેથી વધુ બાટલામાં આગ લાગી હતી અને બાટલા હવામાં ઉડી પાંચસો ફુટ દૂર પડ્યા હતા તેમજ હાઈવેની સામેની બાજુ પણ પડ્યાં હતા, જેમાં એક ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. હાઇવેનો એક બાજુનો ભાગ થોડી વાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી અને ટ્રાફિકજામ થયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી.તેમજ ફાયર બ્રિગેડ અને 108 ઘટના ની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

આ બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આજુબાજુથી પણ લોકો દોડી આવ્યા હતા.જેના પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.