જાણો એવા લેડી ડોન વિશે, જેમણે ગુન્હાની દુનિયા પર કર્યું હતું રાજ..

ગેંગસ્ટરનું નામ સાંભળીને આપણા બધાના મનમાં એક છબી ઉભરી આવે છે તે મોટાભાગે પુરુષોની છબી હોય છે. પરંતુ ગુન્હાની દુનિયામાં એવી ઘણી મહિલાઓ છે કે…

ગેંગસ્ટરનું નામ સાંભળીને આપણા બધાના મનમાં એક છબી ઉભરી આવે છે તે મોટાભાગે પુરુષોની છબી હોય છે. પરંતુ ગુન્હાની દુનિયામાં એવી ઘણી મહિલાઓ છે કે જેમણે પોલીસ અને સરકારને સતાવી હતી. આજે અમે આપને આવી જ કેટલીક મહિલાઓ વિષે જણાવીશું. જેમણે પોતાના ગેરકાયદેસર ધંધાના કારણે નામ બદનામ ગુનેગારોની યાદીમાં મેળવ્યું હતું.

સંતોકબેન જાડેજા

સંતોકબેન જાડેજા આ ગુન્હાખોરીની દુનિયામાં આવી કારણ તેના પતિની સ્થાનિક ગુંડાઑ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ જાડેજા પોલીસ પાસે ગયા નહોતા. ઉલ્ટાનું તેણીએ જ તેના પતિના મોતનો બદલો લીધો હતો. તેણે કેટલાક લોકોની સાથે મળીને પતિની હત્યામાં સામેલ તમામ 14 લોકોની હત્યા કરી હતી. આ પછી તે ગુજરાતનાં કાઠિયાવાડની માફિયા ડોન બની ને સામે આવી હતી. તેમણે ગુન્હાની દુનિયા બાદ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. ચીમનભાઇ પટેલની નજીક ગણાતા જાડેજાએ જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને 1990 થી 1995 સુધી ધારાસભ્ય હતા. ટ્રાન્સપોર્ટ થી માંડીને રિયલ એસ્ટેટ સુંધીના તમામ વ્યવસાય માં તેને ઝંપલાવ્યું હતું.

હિરોઇન ઉર્ફે રૂબીના સિરાજ સૈયદ

હીરોઇન તરીકે જાણીતી રૂબીના પણ આ યાદીમાં શામેલ છે. એવું કહેવામાં આવે છે કે રૂબીનાનું વ્યક્તિત્વ ખૂબ જ મોહક હતું. રૂબીના જેલની અંદર છોટા શકીલની ગેંગના સભ્યોને હથિયાર, પૈસા અને ખોરાક આપતી હતી. તેમણે ઘણા મોટા લોકો સાથે કૉન્ટૅક્ટ રાખ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ તેની બધી ખોટી કાર્યવાહી કરતી હતી.

સીમા પરિહાર

માત્ર 13 વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ, સીમા એક ડાકુ બની હતી અને આ સમય દરમિયાન તેણે પોતાની ગેંગ પણ બનાવી હતી. તેની ગેંગની સાથે તેણે અનેક ખૂન, અપહરણ અને લૂંટ ચલાવી હતી. તેણીએ પોતાને ફૂલન દેવીથી પ્રેરિત ગણાવી હતી. સીમા પરિહાર ટીવી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી. હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીના સભ્ય છે.

ઝેનાબાઈ દારુવાળી

અનાજની  દાણચોરીથી પોતાનો ધંધો શરૂ કરનારી ઝેનાબાઈએ પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા ઘણા વ્યવસાયોમાં તેની હાજરી નોંધાવી હતી. તેની સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે કરીમલાલા અને હાજી મસ્તાન જેવા પ્રખ્યાત અન્ડરવર્લ્ડ લોકો મુંબઈના નાગપડા વિસ્તારમાં તેના ઘરે આવતા હતા. તેનું કદ એટલું વધી ગયું હતું કે હાજી મસ્તાન ઝેનાબાઈને આપા કહેતા હતા.

અર્ચના બાલમુકુંદ શર્મા

ભારતના કિડનેપિંગ કિંગ તરીકે જાણીતા બબલુ શ્રીવાસ્તવ ગેંગનો ભાગ રહેલી અર્ચના ઘણા અપહરણ અને ધમકીઓ અને ગેરકાયદેસર ધંધામાં સામેલ હતી. એવું કહેવામાં આવે છે કે તે હજી પણ અન્ય દેશોમાં પોતાનો ધંધો ચલાવી રહી છે. અનેક ભાગોમાં ફેલાયેલી ગેંગ ચલાવનાર અર્ચનાના ઠેકાણા વિશે કોઈને કંઈ ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *