પાટણ(ગુજરાત): આજકાલ પોલીસ ઘણા કોલ સેન્ટર અને કૂટણખાના પર રેડ પાડી રહી છે. આ દરમિયાન પાટણ(ગુજરાત) શહેરના સિધ્ધપુર પંથકમાં LCBની ટીમ દ્વારા કોલ સેન્ટર પર રેઇડ કરી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહીમાં ઇસમોની પુછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
જેમાં ઇસમો અમેરીકામાં રહી લોન માટે એપ્લાય કરતાં વ્યક્તિઓને વાતોમાં ભોળવી ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતાં હોવાનું સામે આવ્યું હતુ. LCBની ટીમ દ્વારા 2 ઇસમને ઝડપી પાડી અન્ય 3 મળી કુલ 5 ઇસમ વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપવામાં આવી છે. જે અનુસંધાને LCB PI એ.બી.ભટ્ટ સહિતની ટીમના અંબાલાલ, મોડજી,જયેશજી અને રાહુલ કુમાર પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન LCBના પોલીસ કોન્સ્ટેબલ મોડજીજીને ચોક્કસ બાતમી મળી હતી કે, દેથળી ગામથી તાવડીયા જવાના રસ્તા પર આવેલ પેરેડાઇઝ વીલામાં ઇસમ અમેરીકામાં રહેતાં અને લોન માટે એપ્લાય કરતાં ઇસમોને છેતરીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે. જેથી ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી 2 ઇસમો અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે કરેલ કાર્યવાહીમાં 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં મેહુલ રજનીકાન્ત પરમારની પુછપરછ કરતાં ઇસમો ભેગા મળી ભારતમાંથી અમેરીકા ખાતેના લોન એપ્લાય કરતાં ગ્રાહકોનું લીસ્ટ મેળવી કોમ્પ્યુટરો તથા ફોનનો ઉપયોગ કરી જીમેઇલ દ્રારા ગ્રાહકોનો સંપર્ક કરી લોનની લાલચ આપી સિક્યુરીટી ડીપોઝિટ પેટે ગિફ્ટકાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરતાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી LCB દ્વારા મેહુલ પરમાર અને દિનેશ રાવળ,બન્ને રહે. ટૂંડાવ, તા.ઊંઝાવાળાઓનેન ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે ફેઝલ, સોયેબ અને પુનીત પરમારને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોન કિ.રૂ.10,000, લેપટોપ રૂ. 20,000 કોમ્પ્યુટર સેટ નંગ-5 રૂ.26,500, 2 વાઇફાઇ રૂ.4,000 મળી કુલ રૂ.60,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે ઇસમો વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે આઇપીસી 120B, 419, 420 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધાવતાં હાલ આ મામલે PI ચિરાગ ગોસાઇ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.