હાલમાં થોડા સમય પહેલાજ સુરતમાં સરથાણા વિસ્તારમાં ભયંકર આગ આગી હતી. તેમાં 20 થી વધુ બાળકો આગની અંદર હોમાઈ ગયા હતા. તેના કારણે સમગ્ર સુરતમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં આ ઘટના માં લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. આ મૃતક બાળકોમાં કોઈ પરિવારમાં એકના એક બાળક જ હતા. હવે તેમના પરિવાર માટે અને સમગ્ર મૃતક બાળકો માટે સમગ્ર જનતા હવે સરકાર પાસે ન્યાય માંગી રહ્યા છે. લોકો ધીમે ધીમે જાગૃત થઇ ને સરકાર સામે સવાલ ઉભા કરી રહી છે.
સરકારે તો ફક્ત મૃતક બાળકોના પરિવાર માટે 4-4 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ 4 લાખમાં તેનું બાળક તો પાછું આવાનું નથી, તે માટે સરકારની આ બેદરકારીને કારણે ઘણા લોકો જાગૃત થઈને સરકાર સામે સવાલ ઉભા કરીને ન્યાય માંગી રહી છે.
લોકો વિવિધ રીતે ન્યાય માનવાનો પ્રયન્ત કરી રહી છે. ઘણા લોકો સોસલ મડિયા પર જનજાગૃતિના વિડીયો મૂકી રહ્યા છે, અને બીજા લીકો પણ તેની રીતે ન્યાય માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ રીતે સરથાણા માં બનેલી આ ઘટના માટે વરાછા વિસ્તારની જનતા સોસાયટીના લોકોએ એક અનોખી રીતે તંત્ર સામે મૌન વિરોધ કરવાનો નિર્ણય લોધો છે. આ જનતા સોસાયટીના લોકોને ફ્રીડમ ફીડ્મના નામે પણ ઓળખવામાં આવે છે.
સરથાણાના તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર આજે કલેક્ટરને આવેદનપત્ર તરીકે અપાશે. અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે.
મોટામાથાઓને બચાવવા માટે તંત્રની ઝાટકણી કાઢી.
લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.