પ્રધાનમંત્રી મોદીના કારણે આજે ખાણી-પીણીની આ વાનગીઓ સમગ્ર વિશ્વમાં બની ખુબ પ્રખ્યાત

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આજે સમગ્ર દેશમાં આજના દિવસે PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આજે સમગ્ર દેશમાં આજના દિવસે PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. PM નરેન્દ્ર મોદી આજે કુલ 7 દાયકાની સફર પૂર્ણ કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આવા સમયે હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ખાણીપીણીને લઇને આપણે ઘણી વાર વિચારતાં હોઈએ છીએ કે, શુ ખાવું તેમજ શુ ન ખાવું. ખાણી પીણીની એ વસ્તુઓ જે તમે બનાવો છો તે અંગે આપને PM મોદીનાં જન્મદિવસે અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું. જે PM મોદીને લીધે ખુબ જ ચર્ચામાં આવી રહી છે.

મશરૂમ :
ગુજરાતની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા PM મોદી પર કુલ 80,000 રૂપિયા પ્રતિ પીસ મશરૂમ ખાવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અલ્પેશ ઠાકોરનાં મત પ્રમાણે PM મોદી દરરોજ કુલ 80,000ની કિંમતવાળા કુલ 5 મશરૂમ ખાય છે પણ હકીકત તો એ રહેલી છે કે, PM મોદી જે પ્રજાતિનાં મશરૂમ ખાવાનું પસંદ કરે છે એ હિમાલયનાં પહાડો પર જોવા મળે છે.

એને ‘ગુચ્છી’નાં નામથી ઓળખવામાં આવે છે. એનું વેચાણ એને સુકાવ્યા પછીથી જ શરૂ કરવામાં આવે છે. આમ તો આ મશરૂમ કુલ 10,000 રૂપિયે કિલો પણ મળી જાય છે પણ એની ઉપજ ખૂબ ઓછી માત્રામાં થાય છે. જેની કિંમત કુલ 30,000 રૂપિયે પ્રતિ કિલો પણ પહોંચી જતી હોય છે. સમગ્ર દેશમાં મશરૂમની આટલી ચર્ચા ફક્ત PM મોદીને લીધે જ થઈ હતી.

પકોડા :
દેશમાં પકોડાને લઇને પણ રાજકીય ગરમાવો જોવાં મળ્યો હતો. પકોડાને લઇને PM મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમા એમણે જણાવતાં કહ્યું હતું કે, પકોડા વેંચવા એ પણ એક રોજગાર છે. PM મોદીના આ નિવેદન પછી વિપક્ષી દળોએ તમામ જગ્યાએ પકોડા તળીને આ નિવેદનનો વિરોધ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે, પકોડા એક એવો ફ્રાઇડ સ્નેક્સ છે જે માત્ર ભારતમાં જ નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા નેપાળમાં પણ ખુબ જ પ્રખ્યાત છે. એને મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાં પકોડા નહીં પણ ‘ભાજી’ કહેવામાં આવે છે. પકોડા બ્રિટેનમાં ખાસ કરીને સ્કૉટલેન્ડમાં પણ ખૂબ જ જાણીતાં છે. જ્યાં એને દહીંની ગ્રેવી સાથે ખાવામાં આવે છે.

ખીચડી :
ખીચડી ખાવાથી લોકો પહેલા દૂર ભાગતાં હતાં પણ આ ખીચડીને PM મોદીએ એક અભિયાન અંતર્ગત સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી હતી. એને ‘Global Food Expo’ દ્વારા આયોજિત ‘World Food India-2017’માં ભારત તરફથી સુપર ફૂડ તરીકે જાહેર કરવામાં આવી હતી. એ ફક્ત ભારતનુ સુપર ફૂડ બન્યું હતું પરંતુ સૌથી વધુ માત્રામાં ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોધાયો હતો. ખીચડી ફક્ત ભારતમાં જ નહીં પણ ચીનને છોડીને દેશની સીમાથી પાસે દેશોમાં પણ જાણીતી છે.

ચા :
મળેલ જાણકારી પ્રમાણે PM મોદી બાળપણમાં ગુજરાતમાં આવેલ વડનગરનાં રેલવે સ્ટેશનનાં એક પ્લેટફોર્મ પર ચા વેચતા હતા. લોકસભા ચૂંટણી વર્ષ 2014માં એમણે તમામ રેલીમાં પોતાને ચા વેંચનાર હતાં એવું જણાવ્યું હતું. જ્યારે રેલી થાય ત્યારે એમણે ચા ના વખાણ કર્યા હતાં. જો કે, ચાની શોધનો શ્રેય 16મી સદીમાં પુર્તગાલી તેમજ ચીની વેપારીઓને જાય છે.

બ્રિટિશર્સ મારફતે જ ભારતને ચાની ઉત્પતિ તેમજ એનું સેવન કરવાં અંગેની જાણ થઈ. ચાની આટલી ચર્ચા ગત વર્ષોમાં એટલે કે PM મોદીના આવ્યા પછી જેટલી થઇ એટલી તો અગાઉ ક્યારેય થઈ ન હતી. જો કે, ભારતમાં અસમમાં સૌપ્રથમ વર્ષ 1806માં ચાની ઉત્પતિ થઇ હતી. ભારતમાં અસમની ચા તેમજ પશ્ચિમ બંગાળમાં આવેલ દાર્જલિંગની ચા ખૂબ જ જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *