કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે.
તેમાં પણ ગુજરાતના મહાનગર સુરતની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને રઝળતા મૂકી દીધા છે. સુરત સિવિલ હોસ્પિટલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે હવે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ બંધ કરી દેવાતા 108 એમ્બ્યુલન્સે પણ ગેટ બહાર લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. આજે સવારથી સિવિલમાં અવર-જવરના બન્ને ગેટ બંધ કરાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 108માં કોરોના પોઝિટિવ દર્દીને પણ પ્રવેશ નહીં અપાતા તંત્રની માનવતા મરી પરવારી હોય એ વાતને નકારી શકાય નહીં. આ ઉપરાંત સુરત સિવિલમાં જરૂરીયાત કરતા ઓછો ઓક્સિજન આપી સરકારે પણ હાથ ઉંચા કરી દીધા છે.
અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં કેટલીક હોસ્પિટલે નવા કોરોના દર્દીઓને દાખલ કરવાનું અચનાક જ બંધ કરી દીધું છે. જેનું મુખ્ય કારણ ઓક્સિજનની અછત છે. સુરતમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો જૂજ બચ્યો છે તો શહેરને 250 ટન સામે 220 ટન ઓક્સિજનની આવક મળી રહી છે. એક અંદાજ પ્રમાણે ઓક્સિજન ન મળતા સુરતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.
સુરત સિવિલ, ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.ધાવિત્રી પરમારએ જણાવ્યું હતું કે, હાલ સિવિલની ત્રણેય બિલ્ડીંગમાં 1000 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એમને જ કટોકટ ઓક્સિજન આપી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સિવિલના દર્દીઓ માટે રોજનો 56 મેટ્રિક ટન ઓક્સિજન સામે માત્ર 46 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય થઈ રહ્યો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ કહ્યું હતું કે, જગ્યા ખાલી નથી બીજે લઈ જાવ. સાહેબ અમે ક્યાં લઈ જઈએ એ વિચારવાનું? 51 વર્ષના કોરોના પોઝિટિવ કાકા છે. એમના સગાઓ કહેશે એ કરીશું. સિવિલ હોસ્પિટલના એક કર્મચારી દ્વારા જાણવા મળ્યું હતું કે, સિવિલની કોવિડ-19, જૂની બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલમાં લગભગ 50 ટકા બેડ ખાલી છે.
જોકે, ઓક્સિજન વ્યવસ્થા ન થાય તેમ હોવાને કારણે કે પછી ડોક્ટરો થાકી ગયા હોવાને કારણે દર્દીને દાખલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય એ વાત નકારી ન શકાય. જોકે, હવે અફરાતફરીનો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ દરમિયાન સરકાર આ બાબતે કઈ વિચારે નહીતર લોકો કાયદો હાથમાં લેતા થઈ જશે.
જાણવા મળ્યું છે કે, સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના અછતના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવાના બંધ કરી દેવામાં આવતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજયનાં મુખ્યમંત્રી રૂપાણીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જરૂરીયાત મુજબનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવા માટે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.