પુષ્પા નો’ય બાપ નીકળ્યો આ બૂટલેગર- સપનામાં પણ ન વિચાર્યું હોય તેવી જગ્યાએ સંતાડ્યો 8.14 લાખનો દારૂ

Liquor smuggling in eicher in Surat: સુરતમાં આઈસર ટેમ્પોમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દારૂ ઘૂસાડવાનો કીમિયો ફેઇલ આઈસાર ટેમ્પામાં મોટું ચોર ખાનું બનાવી દારૂનો મોટો જથ્થો સુરતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરાયો હતો. ખાલી ટેમ્પો બતાવી પોલીસને ચકમો આપવાનો બુટલેગરનો કીમિયો ફેઇલ થઈ ગયો હતો.

સુરતમાં આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પીસીબી પોલીસે પોલીસે આઈસર ટેમ્પો અને દારૂ મળી કુલ 18.34 લાખની મત્તા કબજે કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની પીસીબી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક બ્રાઉન કલરનો છ વ્હીલ વાળો આઈસર ટેમ્પોમાં ગુજરાત રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવેલો છે અને તે આઈસર ટેમ્પો જહાંગીરપુરા વરીયાવ પોલીસ ચોકી પાસે આવેલા સાયણ હજીરા રોડ ખાતેથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂના જથ્થા સાથે આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો.

આઇસર ટેમ્પાની અંદર ચોર ખાનું બનાવીને શહેરમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના કીમિયને પી સી બી પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે.આરોપીઓ પોલીસથી બચવા અને પોલીસ વધુ ચેકિંગ ન કરે તે માટે આઈસર ટેમ્પામાં ચોરખાના બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી ટેમ્પો ખાલી રાખી હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

આઈસર ટેમ્પામાં પોલીસે તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાના માંથી રૂપિયા 8.14 લાખની કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં સુનીલ રવીન્દ્ર બાવીસ્કર અને વિશાલ સુખલાલ વરાડે નામના બે ઈસમોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ત્રણ મોબાઈલ, 8.14 લાખની કિમતનો દારૂ અને 10 લાખની કિમતનો આઈસર ટેમ્પો મળી કુલ 18.34 લાખની મત્તા કબજે કરી હતી.

વધુમાં આ ઘટનામાં પોલીસે સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો મોકલનાર સચિન ઠાકરે તેમજ દારૂનો જથ્થો લેનાર મોહમંદ સલીમ ઉર્ફે સલીમ ફ્રુટ અનવરભાઈ ફ્રુટવાલા અને ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રુટવાલા અનવરભાઈ ફ્રુટવાલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *