ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવ સામે આવતા રહેતા હોય છે, ત્યારે ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક મહિલાનું મોત થયું છે. જો વાત કરવામાં આવે તો વડોદરા(Vadodara) શહેરના ગોત્રી રોડ(Gotri Road) વિસ્તારમાં આ ગોઝારો અકસ્માત બન્યો છે. વાત એમ હતી કે, દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો.
વડોદરામાં માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે મારી ટક્કર-સમગ્ર ઘટના cctv માં થઈ કેદ#વડોદરા #gujarat #news #watch #video pic.twitter.com/rhOIvRNrOS
— Trishul News (@TrishulNews) March 29, 2023
મળતી માહિતી અનુસાર, આ સમય દરમિયાન રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને જોરદાર ટક્કર મારી અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફૂટબોલના દડાની જેમ ફંગોળાય ગયા હતા. ગોઝારા અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જયારે બીજી બાજુ મહિલા અકસ્માતને અંજામ આપીને ઘટનાસ્થળેથી કાર મૂકીને ફરાર થઇ ગઇ હતી.
આ અંગે ગોત્રી પોલીસના જણાવ્યા અનુસાર, કનુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. વુડાના મકાન,અટલાદરા)એ ફરિયાદ દાખલ કરાવી છે કે, મારો ભાઈ રાજેશ (રહે. વુડાના મકાન,વાસણા-ભાયલી રોડ) દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમાર (ઉં.વ.65)ને લઇને સારવાર અર્થે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ નજીક એક કારે રાજેશ પરમારના મોપેડને જોરદાર ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાય ગયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવામાં અવાય હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં સવિતાબેનનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
મહત્વનું છે કે, ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. ગુર્જરે જણાવતા કહ્યું હતું કે, અકસ્માતને અંજામ આપીને મહિલા કાર છોડીને ઘટનાસ્થળેથી રવાના થઇ જતાં તેની કાર કબજે કરી લેવામાં આવી હતી. હવે કારની માલિકી કોની છે, તેની વિગતો RTOઓ પાસેથી મેળવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.