ગુજરાત: અવારનવાર અકસ્માત (Accident) સર્જાતા હોવાથી માર્ગ અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે (Gondal-Rajkot National Highway) પર ગત રાત્રિના રાજકોટથી ગોંડલ બાજુ આવી રહેલા તાલુકા પંચાયત (Taluka Panchayat) ના પૂર્વ સદસ્ય રાજેશભાઇ જેઠાણી (Rajeshbhai Jethani) ની કારને અકસ્માત નડ્યો હતો. કાર બેકાબૂ થતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેને લીધે કાર ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં રાજેશભાઇ તેમજ તેના મિત્રને ગંભીર ઇજા થતા પ્રાથમિક સારવાર ગોંડલ આપીને આગળની સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા તેમજ આ બંનેની હાલત હાલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ કારના દરવાજા લોખંડના પાઇપથી તોડીને બંનેને બહાર કાઢ્યા હતા.
બંને ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ ખસેડાયા:
ઘટનાને વિગતે જોઈએ તો, ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ વાછરા ગામમાં રહેતા રાજેશભાઈ જેઠાણી તથા તેના દડવા ગામમા રહેતા મિત્ર જગાભાઈ ભરવાડ ગુરુવાર રાત્રિના 9 વાગ્યે રાજકોટથી ગોંડલ બાજુ GJ-3-KP-9002 કારમાં આવી રહ્યા હતા.
આ સમયે કાર બેકાબૂ થતા કાર ડિવાઇડર ટપીને દ્વારકાધીશ હોટલમાં ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં રાજેશભાઈ તથા જગાભાઈ ગંભીર રીતે ઘાયલ થતા પ્રાથમિક સારવાર ગોંડલ હોસ્પિટલમાં આપીને આગળની સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો:
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાની સાથે જ આજુબાજુમાંથી લોકો પહોંચી ગયા હતા તેમજ કારમાં સવાર બંનેને મહામહેનતે બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.કારમાં અંદર સીટ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. આની સાથોસાથ જ કારના દરવાજા પર પણ લોહીના રેગાડા જોવા મળ્યા હતા. લોકોએ લોખંડના પાઇપથી કારનો દરવાજો તોડીને અંદર રહેલા બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આમ, થોડીવાર હાઈવે સુમસામ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.