રાજકોટ(ગુજરાત): કાલાવડનાં બામણ ગામે પ્રેમીએ લગ્નની ના પડતા યુવતીએ ઝેરી દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેટોડામાં કારખાનામાં યુવતીને એક યુવક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ લગ્નની વાત આવતા જ યુવકે યુવતીને કહ્યું હતું કે, મારા માતા-પિતા કહેશે તેમ કરીશ. પછી પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતા તરત તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
મળતી માહિતી અનુસાર, કાલાવડનાં બામણ ગામે રહેતી આરતી મેટોડા GIDCમાં નોકરી કરતી હતી. તે દરમિયાન કારખાનામાં કામ કરતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધના 6 મહિનાના બાદ આરતીએ તેમના માતા-પિતાને વાત કરી હતી અને યુવકના માતા-પિતાને સગપણ માટે ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ યુવકનાં માતા-પિતાએ લગ્નની ના પડી હતી.
યુવકે પણ આરતીને જણાવ્યું હતું કે, મારા માતા-પિતા કહેશે તેમ હું કરીશ. આ વાતથી યુવતીને આઘાત લાગી ગયો હતો. રાત્રિનાં સમયે આરતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને જાણ થતા યુવતીને તરત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. 4 બહેનમાં આરતી મોટી હતી અને પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અંગે કાલાવડ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.