અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતની રાજનીતિમાં થઈ એન્ટ્રી: આ તારીખે આ શહેરમાં થઈ શકે છે ચૂંટણી પ્રચાર

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. હાલમાં ગુજરાતીઓ ગુજરાતમાં સત્તા અને વિપક્ષથી કંટાળીને નવો વિકલ્પ શોધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષોથી માત્ર 2 જ રાજકીય પક્ષો દ્વારા સાશન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓએ હવે નવો વિકલ્પ પસંદ કરવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને લઈ એક અગત્યનાં સમાચાર સામે આવ્યા છે.

આગામી ફેબ્રુઆરી માસમાં અસદ્દુદીન ઔવેસી ગુજરાત આવશે. 7 ફેબ્રુઆરીથી ઔવેસી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ઔવેસી અમદાવાદ અને ભરૂચમાં સભાઓને સંબોધશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં BTPની સાથે AIMIMIનું ગઠબંધન કર્યું છે.

ઔવેસીના ગુજરાતમાં ચૂંટણી લડવાના એલાનથી ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાશે એટલુ જ નહીં પરંતુ રાજકારણમાં ખુબ મોટો પલ્ટાવો આવશે તેવું મનાય રહ્યુ છે. મજબુતમાં મજબુત મતદારોનું ધ્રુવીકરણ થાય તેવી ગણતરીઓ મંડાઇ રહી છે. ત્યારે પ્રખર વક્તા એવા અસદુદ્દીન ઔવેસી સાથે બીટીપીના સુપ્રિમો છોટુ વસાવા બંન્ને એક જ મંચ ઉપરથી તીખા પ્રહારો કરશે અને તેથી રાજકારણ વધુને વધુ ગરમાશે તેથી તેની સીધી અસર ભરૂચ જિલ્લાની નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પડે તેવી શકયતાઓ રહેલી છે.

ઓવૈસી અમદાવાદ તથા ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરે તેવી જાણકારી મળી રહી છે. આની સાથે જ ભરૂચમાં BTPના છોટુ વસાવાની સાથે બેઠક કરશે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આની પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી તથા છોટુ વસાવાની BTP સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થવા માટે થઇ રહી છે કે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરશે.

એઆઈએમઆઈએમના સર્વેસર્વા ઔવેસીના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ તેમના પ્રવાસ દરમ્યાન અમદાવાદ અને ભરૂચ ખાતે જાહેર સભા સંબોધશે તેવુ પ્રાથમિક આયોજન થઈ રહ્યુ છે. આ બે સભાના મંચ ઉપરથી ઔવેસી કોને કોને ટાર્ગેટ કરે છે તે જોવુ રહ્યુ. કેટલાક એમ કહી રહ્યા છે કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ખુબ મોટુ ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે અને તેથી જ અમદાવાદ અને ભરૃચ રાજકારણ માટે હોટસ્પોટ બને તો નવાઈ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *