હાર્દિકે જાહેર કર્યું નામ, ભાજપના કયા નેતાએ આપી હતી 1200 કરોડની ઓફર- વાંચો વિગતો

Published on: 1:57 pm, Sat, 16 March 19

અમદાવાદમાં પોતાની ઓફિસની બહાર નેશનલ હેરાલ્ડ સાથે વાતચીતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે સુરતની લાજપોર જેલમાં હતો ત્યારે નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ કૈલાસનાથન જેલમાં તેમને મળવા માટે આવ્યા. કૈલાસનાથન અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં મુખ્ય સચિવનુ પદ ધરાવે છે. હાર્દિકે જણાવ્યું કે કૈલાશનાથને તેને એક મોટી રકમ અને બીજેપીના યુવા મોરચામાં પદ આપવાની ઓફર કરી હતી.

હાર્દિકે જણાવ્યું કે કૈલાશનાથ અને આ ઓફર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તરફથી કરી હતી. ભાજપે ઈચ્છતી હતી કે હાર્દિક પટેલ અનામત આંદોલન પૂરું કરી નાખે એ બદલામાં તેણે ખરીદવા માટે મોટી રકમ ઓફર કરવામાં આવી હતી. પરંતુ હાર્દિકે આ ઓફરને ઠુકરાવી દીધી.

હાર્દિકે જણાવ્યું કે કોઈને પણ તેનું આ નિવેદન ખોટું લાગે તો ગુજરાત સરકાર પાસે સીસીટીવી ફૂટેજ પણ છે તેની તપાસ કરાવી લેવી. હાર્દિકે કહ્યું કે, “લોકોને ખબર પડી જશે કે કૈલાશનાથ મને જેલમાં મળવા આવ્યા હતા કે નહીં.”

કૈલાસનાથન 1979ની બેચના આઈએએસ ઓફિસર છે જેને નરેન્દ્ર મોદીના ખૂબ નજીક માનવામાં આવે છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૈલાશનાથન તેમના મુખ્ય સચિવ હતા. આ વાતની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે કે કૈલાસનાથન હાલના મુખ્યમંત્રી રૂપાણી પર નજર રાખે છે અને ગુજરાતના હાલ ચાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડે છે.

હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે આવડે મોટી રકમ ને ઠોકર મારવાનો કોઈ અફસોસ છે? તો તેનો જવાબ હતો કે કોઈપણ વ્યક્તિને કેટલા પૈસા જોઈએ. તેમણે દાર્શનિક ભાવે કહ્યું કે, “3 સમયનું ખાવાનું કપડા આટલું મારા માટે પૂરતું છે. મારે આનાથી જાજુ કંઈ જ હોતું નથી. હવે હું વિવાદિત છું પરંતુ મારી જરૂરિયાતો ઓછી છે”.
નેશનલ હેરાલ્ડ આ હાર્દિક પટેલના દાવાને પુષ્ટિ માટે કૈલાશનાથન નો સંપર્ક કરવાની કોશિશ કરી છે.અત્યારે તેમને કોઈ પ્રતિક્રિયા નથી.તેમનું નિવેદન આવશે ત્યારે અમે તમને જાણ કરીશું.