Dhara Murder Case: ગુજરાતમાં ખૂબ જ ચકચારી ધારા હત્યા કેસ (Dhara Murder Case)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો સુરજ ભુવા (Suraj Bhuvaji News) સહિત પાંચ આરોપીને સાયલા (Sayla) તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં રી કન્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા.
જુનાગઢ પોલીસ ભુવો સૂરજ સોલંકી- યુવરાજ લાખા સોલંકી- મુકેશ બીજલ સોલંકી -ગુંજન જીતેન્દ્ર જોશી – મીત આનંદ શાહ તમામ લોકોને સાયલા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે જગ્યા પર ધારા કડીવાર ને સળગાવી દેવામાં આવી હતી તે જગ્યા પરથી ધારાના અવશેષો મળી આવ્યા હતા. જુનાગઢ પોલીસ FSL સાયલા પોલીસ સાયલા મામલતદાર સહિતની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો ધારાની હત્યા કરી પેટ્રોલ છાંટી તેને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ આઠ લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે, સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામની સીમમાં સૂરજના ફાર્મમાં 19જુન 2022 ના રોજ ધારાને હાઇકોર્ટના વકીલને પૈસા આપવાના બહાને લાવીને તેની દર્દનાક હત્યા કરવામાં આવી હતી.
ત્યારબાદ ફાર્મ હાઉસના પાછળના ભાગે આવેલા ખાડામાં પેટ્રોલ છાંટી ધારાની લાશ ગોઠવીને સળગાવી દીધી હતી, એક વર્ષ પછી મર્ડર હિસ્ટ્રીનો ભેદ ઝોન 7 DCPના એલસીબી ટીમ દ્વારા સતત મહેનત કરી ઉકેલાયો હતો, હાલ જુનાગઢ પોલીસ દ્વારા ભુવો સુરજ સોલંકી સહિતના આરોપીઓના રિમાન્ડ દરમિયાન હત્યા પાછળના તમામ પાસાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
ધારા હત્યા કેસનો આરોપી સૂરજ ભુવાજી વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન છે. કોઈ ઉદ્યોગપતિ પરિવારના નબીરા જેવી તેની જીવનશૈલી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેખાઈ રહી છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરતા તેમની લાઇફસ્ટાઇલ અંગેના ઘણાં ફોટા તથા વીડિયો સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.