જો તમારા બેડરૂમમાં સ્માર્ટ ટીવી હોય તો આ કિસ્સો તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં એક યુવક પોર્ન વેબસાઇટ પર પોતાની જ પત્ની સાથેની અંગત પળોનો વીડિયો જોઇ ડઘાઇ ગયો. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને પત્ની અને સંતાનમાં 5 વર્ષીય પુત્રી છે.
યુવકને પોર્ન વીડિયો જોવાની આદત હોવાથી તે વેબસાઇટ પર એક પછી એક વીડિયો નિહાળી રહ્યા હતા. તે દરમ્યાન એક વીડિયોમાં પોતાને જોઇ તેઓ રીતસર ડઘાઇ ગયા. કેમકે ઘરના બેડરૂમમાં પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
વીડિયોના ફૂટેજ ક્લિયર હોવા સાથે તે ચોરી છૂપીથી નહીં પણ નજીકથી કેમેરા દ્વારા બનાવાયો હોવાનું જણાયું હતું. પરંતુ બેડરૂમમાં કોઇ સ્પાય કેમેરો મળ્યો ન હતો. આ દરમ્યાન યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી. અને ત્યાર બાદ જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી.
સાઈબર એક્સપર્ટે તપાસ હાથ ધરી
સાઇબર એક્સપર્ટે યુવકના બેડરૂમમાં તપાસ હાથ ધરી હતી. બેડરૂમમાં લેપટોપ. ડેસ્કટોપ કે કોઇ હિડન કેમેરા મળ્યા ન હતા. સાથો સાથ પતિ-પત્ની મોબાઇલ પણ ઓફ કરીને સૂઇ જતા હોવાનું જાણવા મળતા સૌ કોઇ આ વીડિયો કેવી રીતે અને કોણે બનાવ્યો તે અંગે મૂ્ંઝવણમાં મૂકાઈ ગયા હતા. દરમિયાન સાઇબર એક્સપર્ટની નજર બેડરૂમમાં બેડની બરાબર સામે મૂકેલા સ્માર્ટ ટીવી પર પડી હતી. વીડિયોની પોઝિશન પણ સ્માર્ટ ટીવી આસપાસ જણાઇ હતી.
કોણ જવાબદાર ?
આખરે ઉંડાણપૂર્વકની તપાસમાં દંપતીના પોર્ન વીડિયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો. માઇક્રો ફોન. સ્પાય કેમેરો એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. જેમ નેટ કનેક્ટેડ મોબાઇલ-કમ્પ્યુટર કે લેપટોપ હેક થાય છે તેમ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.