કેરીના રસિયાઓ… વાટે રેજો! જાણો આ વર્ષે ક્યારે અને શું ભાવે મળશે કેરી?

ગુજરાતના ગીરની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફળોનો રાજા ગણાતી કેરીનું તળાજામાં મોટા પ્રમાણમાં વાવેતર થઇ રહ્યું છે. તળાજામાંથી અમેરિકા, કેનેડા સહીત અનેક દેશોમાં કેસર કેરી મોકલવામાં આવે છે.

પરંતુ આ વર્ષે થોડા દિવસ પહેલા આવેલા વરસાદી ઝાપટાના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધ-ઘટ થતાં તળાજા તેમજ ગીર પંથકનાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી આંબા પર 2 થી 3 તબકકે મોર આવેલ છે.

શરૂના તબક્કે પાંખા મોર આવ્યા અને ત્યાર બાદ મોડે મોડે ફેબ્રુઆરી મહિનાના પ્રારંભ પછી ઠંડીની અસર હેઠળ બીજા તબક્કામાં આંબા પર ભરપૂર મોર આવેલ હતા. પરંતુ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડું ફુકાતા તાજેતરમાં જ ભારે પવન અને ભેજને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણપણે ખરી જતા કેરીનુ ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ જણાંઇ રહી છે.

માર્ચ મહિનાના પ્રારંભે સામાન્ય રીતે આગોત્રી કેરીનો ફાલ આવવાનો શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે આગોતરો ફાલ ફેલ થઈ જતા સમગ્ર વિસ્તારમાં કેસર કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવે તેવી શક્યતા જણાંતા તળાજા પંથકનાં ભાંખલ, સોસીયા, મણાર (બાબરવા) દાઠા વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકારો માટે સ્થિતિ પડકાર રૂપ ગણાવાઇ રહી છે. 15 દિવસમાં વાતાવરણના ફેરફારથી જુનાગઢી દરિયાદો પવન થશે ત્યારે કેરી ફળવૃદ્ધિ ઝડપથી વધશે તેવી આશા છે.

છેલ્લા 10 દિવસમાં બે વખત વાતારવણના પલટા અને માવઠાના કારણે ધરતી પુત્રો ચિંતા માં મુકાયા છે. પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આંબાના ઝાડ  પર આવતા મોર અને રીના પાકને ખુબજ નુકસાન થઇ રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ સાથે જોવા મળ્યો હતો. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે કેરીના પાક સામાન્ય છે.  માવઠામાં મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *