રસેલ ના વાવાઝોડામાં બેંગ્લોર ના બોલરો ખોવાયા, કોહલીની સતત પાંચમી હાર

Published on: 8:37 am, Sat, 6 April 19

ગઈકાલે IPL 2019ની 17મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.  બેંગ્લોર સામે આંદ્ર રસેલે આક્રમક બેટિંગ કરતા કોલકતાને શાનદાર જીત અપાવી હતી.  રસેલે 13 બોલમાં સાત છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 48 રનની વિસ્ફોટક ઇનિંગના દમ પર કોલકતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. KKRની આઈપીએલ સીઝન 12માં આ ત્રીજી જીત હતી,જ્યારે RCB એ સતત પાંચમી વખત હારનો સામનો કરવો પડ્યો છે.

બેંગલોર ની ટીમે આપેલા 205 રનનો પહાડ જેવો સ્કોરનો પીછો કરી રહેલી કલકત્તા ની ટીમને 17 ઓવરમાં 153 રને 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને જીતવા માટે 18 બોલમાં 53 રનની જરૂર હતી ત્યારે વેસ્ટ ઇન્ડિઝના ધૂંવાધાર બેટ્સમેન આંદ્રે રસેલ ક્રીઝ પર આવ્યો. રસેલે 13 બોલમાં 48 રન ફટકારી દીધા. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો અને 7 સિક્સર ફટકારી અને તેની સ્ટ્રાઈક રેટ 369.23ની હતી.

KKRની IPL 20ી19 માં આ ત્રીજી જીત હતી જ્યારે આરસીબીએ સતત પાંચમી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હૈદરાબાદ સામેની હાઈસ્કોરિંગ મેચમાં પણ રસેલે અંતિમ સમયે વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને પહેલી મેચમાં જીત અપાવી હતી. ત્યારે ફરી એકવાર તે ટીમ માટે સંકટ મોચક બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પોતાના બોલર્સની આવા ખરાબ પ્રદર્શન બાદ ખુબ નિરાશ થયો હતો.