યુક્રેનમાં ફસાયેલી ગુજરાતી દીકરીની આપવીતી જાણીને તમે પણ રડી પડશો- જુઓ ભાવુક કરી દે તેવો વિડીયો

Russia Ukraine News: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હાલમાં ઘણા ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પણ ત્યાં છે. ત્રણ વર્ષથી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતી રાજકોટ(Rajkot)ની વિદ્યાર્થીની ક્રાંજ ગોસાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. દરેકને પોલેન્ડ પરત લાવવા સરકારને વિનંતી કરતા તેમણે કહ્યું કે અહિયાંના વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ ખરાબ છે અને પાણીની અછત છે.

બંને વિદ્યાર્થીઓ રોમાનિયા સુધી બોર્ડર પહોંચી ગઈ:
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં રાજકોટ જિલ્લાના 5, પોરબંદરના 6, જામનગરના 7, જૂનાગઢના 3 અને મોરબીના 1 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓની મદદ માટે ગાંધીનગર અપીલ કરવામાં આવી છે. હાલમાં એરસ્પેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને અન્ય માર્ગે પરત લાવવાની વ્યવસ્થા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં કુતિયાણાના વિદ્યાર્થીને પોલેન્ડ થઈને પરત લાવવામાં આવશે. જ્યારે જૂનાગઢના બે વિદ્યાર્થીઓ બોર્ડર પર રોમાનિયા પહોંચ્યા છે.

આ હેલ્પલાઈન પર કોલ અને ઈમેલ કરી શકાશે:
ભારત સરકારે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે યુક્રેનની કટોકટી અંગેની માહિતી માટે વિશેષ હેલ્પલાઇન શરૂ કરી છે. આ દિલ્હીના કંટ્રોલ રૂમને +911123012113, +911123014104, +911123017905 અને 1800118797 પર કૉલ કરીને અથવા situationonroom@mea.gov.in પર ઇમેઇલ કરી શકાય છે.

યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર ફોન તેમજ cons1.kviv@mea.gov.in પર મેઈલ કરીને હેલ્પ માંગી શકાશે. ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિસ્થાન ગાંધીનગર દ્વારા માહિતી માટે ફોન નંબર 079-232 51312 તેમજ 079 232 51316 જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *