હવામાન વિભાગે કરી વધુ એક આગાહી- અગામી 3 દિવસ શીતલહેર, આ શહેરોમાં રહેશે ગાઢ ધુમ્મસ! જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Weather Updates: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાન(Gujarat Weather Updates)નો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો
આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે. અમદાવાદ રાજ્યમાં હાલ ઉત્તરર્પુર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયું છે
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયું છે. આગામી ત્રણ દિવસ પણ લોકો માટે ખૂબ જ મુશ્કેલીભર્યા રહેવાના છે. તેનું કારણ એ છે કે કોલ્ડવેવ 3 દિવસ સુધી ચાલશે, જેના કારણે ગંભીર ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડી જામશે. ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.

મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી
ગુજરાતમા કચ્છ જિલ્લામાં આવેલ કંડલામાં 13.0 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 14.0 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરમાં 14.0 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી તાપમાન અને કેશોદમાં 12.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરના મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં તાપમાનમાં વઘઘટ રહી શકે છે તેમજ ભેજના પ્રમાણમાં આંશિક રાહત રહેશે. રાજ્ચમાં ભેજના પ્રમાણ વધઘટ રહેતાં ખેડૂતને રવિ પાકના વાવેતરમાં ફાયદો થશે. ઠંડી વધતા વહેલી સવારે વોકિંગમાં નીકળતાં લોકોનું પ્રમાણ ઓછું રહ્યું હતું. જ્યારે લોકો વહેલી સવારે તાપણું કરતા જોવા મળે છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી.