ગામમાં લગભગ સો વર્ષ પહેલા સંત ચિંધ્યા બાબા રહેતા હતા. તે એક ગો સેવક હતા. આ સંત દ્વારા ગામલોકોને દૂધમાં વધારો કઈ રીતે થઈ શકે તેની જાણકારી આપવામાં આવી હતી. ગામલોકોએ સંતની વાત માની અને ત્યાર પછી અહીં દુધ નુ વેચાણ થતું નથી. મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં એક ગામ છે જ્યાં લોકો દૂધનું વેચાણ કરતા નથી પરંતુ મફતમાં દે છે. આ વાત માનવી થોડી અજીબ લાગી રહી છે પરંતુ આ વાત એકદમ સાચી છે.
આ ગામમાં કદાચ ત્રણ હજારથી વધુ લોકોની વસ્તી છે. આ ગામમાં વસતા લોકો પશુપાલન દરમ્યાન પોતાના પરિવાર માટે ઉપયોગ કરે છે. અને તે ઉપરાંત અને વધેલું દૂધ જરૂરિયાતમંદ લોકોને મફતમાં આપી દે છે. આ ગામના પુરોહિત શિવ ચરણ યાદવ જણાવે છે કે, “ગામમાં લગભગ સો વર્ષ પહેલા સંત ચિંધ્યા બાબા રહેતા હતા. તે એક ગો સેવક હતા.
આ સંત દ્વારા ગામલોકોને દૂધમાં વધારો કઈ રીતે થઈ શકે તેની જાણકારી આપવામાં આવી હતી. ગામલોકોએ સંતની વાત માની અને ત્યાર પછી અહીં દુધ નુ વેચાણ થતું નથી.” ઉપરાંત તેમણે જણાવ્યું કે હવે અમારા ગામમાં દૂધ ન વહેંચવાની પરંપરા બની ગઈ છે. અને હવે તો એવું માનવામાં આવે છે કે, હવે દૂધનો વેચાણ કરવામાં આવે તો સમગ્ર ગામને નુકસાન થશે.
ગામના લોકોએ જણાવ્યું કે, અમારા પૂર્વજો કહેતા હતા બાબા દ્વારા ઘણી વખત જ્ઞાન આપવામાં આવતું હતું. એક વખત જ્ઞાન આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે દૂધમાં પાણી નું મિશ્રણ કરીને ખુબ જ પાપ લાગે છે. શિવ ચરણ યાદવ દ્વારા જાણવા મળ્યું છે કે, આ ગામમાં હવે કેટલાક પરિવાર દૂધમાંથી ઘી બનાવીને વેચવા લાગ્યા છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
જેના કારણે દૂધ નહીં વેચવા ઉપર કોઈ આર્થિક રીતે પ્રતિબંધ થતો નથી. તેમણે કહ્યું કે ગામ ના કોઈ પણ પરિવાર દૂધનું વેચાણ કરતા નથી. વધેલા દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે અને દહીંનો પણ મફતમાં દેવામાં આવે છે .ત્યાર પછી જેના પાસે દૂધ વધુ હોય તેનો ઘી બનાવીને ઉપયોગ કરે છે. અને ત્યાર પછી પણ વધેલ દૂધ ને લોકો બજારમાં જઈ વેચે છે.